અગ્નિનું શૂટિંગ પૂર્ણ થયાના દોઢ વર્ષે રીલિઝની તૈયારી

અગ્નિનું શૂટિંગ પૂર્ણ થયાના દોઢ વર્ષે રીલિઝની તૈયારી
અગ્નિનું શૂટિંગ પૂર્ણ થયાના દોઢ વર્ષે રીલિઝની તૈયારી

ફરહાન  અખ્તરનાં પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘ અગ્નિ’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યાના આશરે દોઢ વર્ષ બાદ હવે રીલિઝની  તૈયારીઓ શરુ કરાઈ છે. ઓક્ટોબર ૨૦૨૨માં આ ફિલ્મનું શૂટિંગ આટોપાઈ ચૂક્યું છે તેવી જાહેરાત ખુદ ફરહાને કરી હતી. જોકે, તે પછી તેની રીલિઝ ડેટ અંગે કોઈ અપડેટ અપાયું ન હતું. હવે ફરહાને આ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ કર્યું  છે. તે પરથી આ ફિલ્મની રીલિઝની તૈયારી ચાલી રહી છે તેમ મનાય છે. 

 ફિલ્મમાં પ્રતીક ગાંધી તથા દિવ્યેન્દુ શર્મા   સહિતના નિવડેલા યુવા કલાકારો છે. ફિલ્મ ફાયરબ્રિગેડના જવાનો પર આધારિત છે. 

શાહરુખ ખાનની ‘રઈસ ‘ ફિલ્મના સર્જક રાહુલ  ધોળકિયાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.