અક્ષય-રિતેશની હાઉસફૂલ-5નું શૂટીંગ ઓગસ્ટમાં શરૂ થશે

અક્ષય-રિતેશની હાઉસફૂલ-5નું શૂટીંગ ઓગસ્ટમાં શરૂ થશે
અક્ષય-રિતેશની હાઉસફૂલ-5નું શૂટીંગ ઓગસ્ટમાં શરૂ થશે

નિર્માતા સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હાઉસફૂલ ફ્રેન્ચાઈસી સંબંધિત કોઈને કોઈ સમાચાર જાહેર થતા રહે છે. એટલું જ નહિ પણ તેની સ્ટાર કાસ્ટ વિશે પણ ચાહકોમાં ઉત્સુક્તા હોય છે. આથી જ સર્જકો દ્વારા ફિલ્મનો પાંચમો ભાગ પણ રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. એની પટકથા અને કાસ્ટ ફાઈનલ થઈ ગયા છે. 

જાણકારી મળી છે કે વર્તમાન વર્ષના ઓગસ્ટ મહિનામાં ફિલ્મનું શૂટ પણ શરૂ થઈ જશે. અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ અભિનિત હાઉસફૂલ ૫ના પ્રથમ તબક્કાનું શૂટ યુકેમાં શરૂ થશે અને બંને મુખ્ય કલાકારો આ શૂટમાં ભાગ લેશે. ફિલ્મની કાસ્ટીંગ પ્રક્રિયા હજી ચાલુ છે પણ  બે મોટા ચહેરા અક્ષય અને રિતેશના નામ પહેલેથી નક્કી હતા. અહેવાલ અનુસાર હાઉસફૂલ ૫ બજેટ, કાસ્ટિંગ અને કન્ટેન્ટના સંબંધમાં સૌથી મોટી ફ્રેન્ચાઈસી સાબિત થશે.

હાઉસફૂલનું શૂટ ક્રુઝમાં થશે. ૪૫ દિવસના આ શેડયુલમાં સર્જકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાંચમા ભાગ સુધી પહોંચનારી હાઉસફૂલ બોલીવૂડની પહેલી ફિલ્મ છે.

સર્જકોએ હાઉસફૂલને આગામી વર્ષે ૬ઠ્ઠી જૂને રજૂ કરવાની તૈયારી કરી લીધી છે. જો કે રસપ્રદ બાબત એ છે કે હાઉસફૂલનો આ ભાગ પણ તેના અગાઉના ભાગની જેમ રૂપેરી પડદે ધમાલ મચાવવામાં સફળ થશે કે કેમ.