અંદરો અંદરના ઝઘડામાં અક્ષયની સાઈકો ફિલ્મ અટકી

અંદરો અંદરના ઝઘડામાં અક્ષયની સાઈકો ફિલ્મ અટકી
અંદરો અંદરના ઝઘડામાં અક્ષયની સાઈકો ફિલ્મ અટકી

અક્ષય કુમારની સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘સાઈકો’ અક્ષય તથા નિર્માતા-દિગ્દર્શકના ઝઘડામાં અટકી પડી છે. હવે અક્ષય કુમાર ફાઈનાન્સ માટે નવા સહ નિર્માતાઓ શોધી રહ્યો છે. 

આ ફિલ્મનો નિર્માતા રોહિત શેટ્ટી હતો જ્યારે મોહિત સૂરી તેનું દિગ્દર્શન કરવાનો હતો. 

જોકે, સ્ક્રિપ્ટ ફાઈનલ કરવામાં આવી ત્યારે રોહિત શેટ્ટી, મોહિત સૂરી અને અક્ષય કુમાર વચ્ચે અનેક વિવાદ ઉભા થયા હતા. રોહિત શેટ્ટી આ ફિલ્મને તેની સ્ટાઈલમાં લાઉડ  કમર્શિઅલ બનાવવા માગતો હતો જ્યારે મોહિત સૂરીની તેવી ઈચ્છા ન હતી.