ચીનના લોકો અજીબોગરીબ હરકત માટે જાણીતા છે પણ વિચિત્ર વસ્તુઓ પણ કરતા અચકાતા નથી. હાલમાં એક વ્યક્તિ જીવતા સાપ લઈને ચીનમાં ઘૂસવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો. આ વ્યક્તિ પાસેથી પાંચ કે દસ નહિ, પૂરતા 100 સર્પ નીકળ્યા હતા.
![OMG ! એકસાથે 100 જીવતા સાપ એક વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યા…. સાપ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
કસ્ટમ ઓફિશિયલ દ્વારા બોર્ડર પર ચેકીંગ દરમ્યાન પેન્ટમાં જીવતા 100 સાપ નીકળ્યા. આ જોઈને ખુદ કસ્ટમના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. આ સમાચાર ખુદ કસ્ટમ વિભાગ દ્વારા તેના સત્તાવાર વી ચેટ પર જાહેરાત કરી હતી.
![OMG ! એકસાથે 100 જીવતા સાપ એક વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યા…. સાપ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
અધિકારીઓએ હોંગકોંગ અને શેનજેન વચ્ચે ફૂતિયન બાઉન્ડરી પર એક વ્યક્તિને ચેકીંગ માટે અટકાવ્યો હતો. તેના પેન્ટમાંથી 100 જીવતા સાપ મળી આવ્યા. આ તમામને એક બેગમાં સિલ કરવામાં આવ્યા હતા અને આ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.
Visit Saurashtra Kranti E-paper here