સિગારેટ ફેફસાની સાથે મગજને પણ નુકસાન પહોંચાડે છે. એટલે કે તેના ધુમાડાને કારણે માનવ મગજમાં હાજર કોષો નાના થઇ રહ્યા છે, જેના કારણે યાદશકિત પર અસર પડી રહી છે.
![સિગારેટના વ્યસનીઓ ચેતી જજો : સિગારેટ માત્ર ફેફસા જ નહીં મગજને પણ નુકશાન કરે છે …. મગજ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં આ માહિતી સામે આવી છે. આ અભ્યાસમાં યુરોપના 14 દેશોના 32 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમની ઉંમર 50 વર્ષથી વધુ હતી.
![સિગારેટના વ્યસનીઓ ચેતી જજો : સિગારેટ માત્ર ફેફસા જ નહીં મગજને પણ નુકશાન કરે છે …. મગજ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
યુનિવર્સિટી કોલેજ લંડન સંશોધકોએ જણાવ્યું કે, જે લોકોને સિગારેટ પીવાની આદત હોય છે તેમની યાદશકિત ઝડપથી ઘટી જાય છે. જે લોકો સિગારેટ પીવે છે, તેમની વસ્તુઓને યાદ રાખવાની ક્ષમતા સિગારેટ ન પીતા લોકોની સરખામણીમાં 85 ટકા ઓછી થઇ જાય છે.
Visit Saurashtra Kranti E-paper here