મક્કામાં હજયાત્રીઓના ભીષણ ગરમીથી મોત નિપજ્યા :મૃતકોની લાશો રસ્તા પર રઝળતી જોવા મળી

મક્કામાં હજયાત્રીઓનો ભીષણ ગરમીથી મોત નિપજ્યા :મૃતકોની લાશો રસ્તા પર રઝળતી જોવા મળી
મક્કામાં હજયાત્રીઓનો ભીષણ ગરમીથી મોત નિપજ્યા :મૃતકોની લાશો રસ્તા પર રઝળતી જોવા મળી

સાઉદી અરબમાં થતી મુસ્લિમ બિરાદરોની દુનિયાની સૌથી મોટી ધાર્મિક યાત્રા હજ દરમિયાન ગરમીનો કહેર તુટી પડ્યો છે. હજ દરમિયાન ભીષણ ગરમીના કારણે આ વખતે 22 શ્રધ્ધાળુઓના મોત થયા છે. મૃતકોની લાશો રસ્તા પર રઝળતી જોવા મળી રહી છે.મૃતકોની વધતી સંખ્યાને લઇને સાઉદી અરબની સરકારની હજયાત્રાની તૈયારીઓના દાવાની પોલ ખુલી ગઇ છે. હાલ પરિસ્થિતિ એ છે કે કાળઝાળ ગરમીમાં માર્ગો પર શ્રધ્ધાળુઓના શબ જોવા મળે છે. રવિવારે જોર્ડનની સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે હજ યાત્રાએ ગયેલા 14 શ્રધ્ધાળુઓના લૂ લાગવાથી મોત થયા છે. સાઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગરમી લાગવાના 2700 કેસ નોંધાયા છે.

મક્કામાં હજયાત્રીઓના ભીષણ ગરમીથી મોત નિપજ્યા :મૃતકોની લાશો રસ્તા પર રઝળતી જોવા મળી ગરમી

એક વીડિયો પણ વાયરલ થયો છે જ્યાં માર્ગના ડિવાઇડર અને ફૂટપાથ પર અનેક શબ જોવા મળે છે. મિસરની 61 વર્ષીય હજયાત્રી અઝા હામિદ બ્રાહીમે જણાવ્યું હતું કે તેણે રસ્તા પર અનેક લાશો જોઇ છે એવું લાગતું હતું જાણે કયામત (પ્રલય) આવી ગયો હોય. મક્કામાં મોટી સંખ્યામાં શબોને જોઇ અવ્યવસ્થા મુદ્દે સોશ્યલ મીડિયા પર લોકો સાઉદી અરબ સરકારની ટિકા કરી રહ્યા છે.

મક્કામાં હજયાત્રીઓના ભીષણ ગરમીથી મોત નિપજ્યા :મૃતકોની લાશો રસ્તા પર રઝળતી જોવા મળી ગરમી

કાબા પાસે તાપમાન 50 ડિગ્રીને પાર
સાઉદી અરબના હવામાન વિભાગના જણાવ્યા મુજબ મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડીગ્રી સેલ્સીયસ પહોંચી ગયું હતું. આ જગ્યાએ હજયાત્રી કાબાની પરિક્રમા કરે છે. ગ્રાન્ડે મસ્જિદ પાસે સ્થિત મીનામાં તાપમાન 46 ડિગ્રી હતું. આ જગ્યાએ હજયાત્રીઓએ ત્રણ કોંક્રીટની દીવાલો પર શેતાનને પથ્થર મારવાની વિધિ કરી હતી. અહીં ગરમી અને ભીડની સ્થિતિને વિકટ બનાવી દીધી હતી. હજયાત્રાઓ ગરમીથી બચવા માથે પાણીની બોટલો રેડી રહ્યા હતાં.

મક્કામાં હજયાત્રીઓના ભીષણ ગરમીથી મોત નિપજ્યા :મૃતકોની લાશો રસ્તા પર રઝળતી જોવા મળી ગરમી

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here