જો બીમારીઓ અને મૃત્યુના જોખમોથી બચવું હોય તો આટલું જરૂરથી જાણજો:-શાકભાજીઓ અને ફળો છે આપણા જીવનદાતા

જો બીમારીઓ અને મૃત્યુના જોખમોથી બચવું હોય તો આટલું જરૂરથી જાણજો :- શાકભાજીઓ અને ફળો છે આપણા જીવનદાતા
જો બીમારીઓ અને મૃત્યુના જોખમોથી બચવું હોય તો આટલું જરૂરથી જાણજો :- શાકભાજીઓ અને ફળો છે આપણા જીવનદાતા

25 હજાર મહિલાઓમાં 25 વર્ષ સુધી કરાયેલ સંશોધનમાં રસપ્રદ ખુલાસો થયો છે.ફળો અને શાકભાજીઓ ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સરની બિમારીનો ખતરો ઘટાડે છે…

છોડ પર આધારિત આહાર જેમ કે ફળ, શાકભાજી અને અનાજના સેવનથી મહિલાઓમાં કેન્સર અને અન્ય બીમારીઓથી મૃત્યુનું જોખમ ઘટે છે. ધી જર્નલ ઓફ ધી અમેરિકન મેડિકલ એસોસીએશનમાં પ્રકાશિત અધ્યપનમાં આ વાત કહેવામાં આવી છે.

અધ્યપન અનુસાર મેડિટેરીનિયત આહાર અપનાવનારી મહિલાઓમાં બીમારીઓથી મરવાનું જોખમ 23 ટકાથી પણ ઓછું થઇ શકે છે. 25 વર્ષ સુધી 25 હજારથી વધુ મહિલાઓમાં કરાયેલ અધ્યપનમાં આ નિષ્કર્ષ બહાર આવ્યા છે.આ અધ્યપનમાં બહાર આવ્યું કે, મેડિટેરિયન આહારનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઓછો થઇ જાય છે. જે ડાયાબિટીસ અને હૃદયરોગ સંબંધિત રોગોના વિકાસ માટે ખુબ જ જવાબદાર હોય છે.

અમેરિકાના પ્રિવેન્ટીવ મેડિસીન વિભાગના મુખ્ય સંશોધક શફકત્ અહમદે કહ્યું હતું કે,ફળો શાકભાજીનો આહાર અપનાવવાથી મેટાબોલિક બિમારીઓ જેવી કે ડાયબિટીસ અને હૃદયરોગના જોખમને ઘટાડી શકાય છે. નવું અધ્યપન મહિલાઓમાં મૃત્યુનું જોખમ ઘટાડવા માટે સ્વસ્થ આહાર લીલા શાકભાજી અને ફળો ખાવા માટે પ્રોત્સાહિત કરે છે.

મેડિટેરીનિયન આહારને મળી ઓળખ
મેડિટેરીનિયન સમગ્ર અનાજ,નટ્સ,ફળો અને શાકભાજીઓથી સમૃદ્ધ હોય છે. તેમાં બદામ,કાજુ ,અંજીર, અખરોટ,વગેરે સૂકા મેવા પણ સામેલ થાય છે.આ ખોરાક ઓલિવ ઓઇલમાં રાંધવામાં આવે છે.