Zomatoને મળી GST વિભાગની નોટિસ:400 કરોડથી વધુનો છે કેસ

Zomatoને મળી GST વિભાગની નોટિસ:400 કરોડથી વધુનો છે કેસ
Zomatoને મળી GST વિભાગની નોટિસ:400 કરોડથી વધુનો છે કેસ
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો સમય આવે તો લગભગ લોકોના મનમાં સૌથી પહેલા ઝોમાટો (Zomato) એપ્લિકેશન આવે, એવામાં હવે આ ફૂડ ડિલવરી પ્લેટફોર્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

Visit Saurashtra Kranti Homepage here

ઝોમાટો (Zomato)ને જીએસટી (GST) તરફથી કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી છે. જીએસટી (GST)ની આ નોટિસ 400 કરોડ કરતાં પણ વધુની છે. કંપનીએ કહ્યું કે તેને આ GST નોટિસ 26 ડિસેમ્બરે મળી હતી. નોટિસમાં ઝોમાટો પાસેથી રૂ. 402 કરોડના બાકી ટેક્સની માંગ અંગે જવાબ માંગવામાં આવ્યો છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે તેને GSTની કલમ 74(1) હેઠળ કારણ બતાવો નોટિસ મળી છે. ઝોમાટોએ કહ્યું કે કારણ બતાવો નોટિસમાં, કંપનીએ સમજાવવું પડશે કે 29 ઓક્ટોબર, 2019 થી 31 માર્ચ, 2022ના સમયગાળા માટે વ્યાજ અને દંડ સાથે રૂ. 401.70 કરોડની કથિત કર જવાબદારીની માંગ કેમ ન કરવી જોઈએ. Zomatoએ કહ્યું કે તે કારણ બતાવો નોટિસનો યોગ્ય જવાબ ફાઇલ કરશે.

Read National News : Click Here

GST વિભાગ ફૂડ ડિલિવરી કંપનીઓ પાસેથી ફૂડ ડિલિવરી ચાર્જના નામે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જ પર ટેક્સની માંગ કરી રહ્યું છે, ટેની સામે Zomato માને છે કે તે ડિલિવરી ચાર્જ પર કોઈ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી. આ કારણ છે કે ડિલિવરી ચાર્જ ડિલિવરી ભાગીદારો દ્વારા એકત્રિત કરવામાં આવે છે. ગયા મહિને એવી માહિતી મળી હતી કે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ Zomato અને Swiggyને ડિમાન્ડ નોટિસ મોકલી છે. જેમાં ઝોમેટોને રૂ. 400 કરોડનો બાકી ટેક્સ ચૂકવવા અને સ્વિગીને રૂ. 350 કરોડનો બાકી ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. અંદાજિત GST માંગની ગણતરી દરેક ફૂડ ઓર્ડર પર બંને કંપનીઓ દ્વારા મેળવેલા ડિલિવરી ચાર્જના આધારે કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here