STકર્મી આનંદો : દિવાળી પહેલા એરીયર્સનો પ્રથમ હપ્તો ચુકવાશે

STકર્મી આનંદો : દિવાળી પહેલા એરીયર્સનો પ્રથમ હપ્તો ચુકવાશે
STકર્મી આનંદો : દિવાળી પહેલા એરીયર્સનો પ્રથમ હપ્તો ચુકવાશે
ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે.એસટી યુનિયન સાથેની બેઠકમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું: જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂર. મંગાશેએસટી યુનિયન સાથેની બેઠકમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. એસટી કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે. હવે એસટી યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે.આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી મંગાશે.

Read National News : Click Here

આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગારધોરણ સહિતની બાબતો પર ચર્ચા થશે.એસટી કર્મચારીઓને સુધારેલા એચઆરએ નવેમ્બરથી ચૂકવાશે.અત્રે ઉલ્લેખનીય છે કે,  એસ.ટી કર્મચારી માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી સરકાર સામે 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવા માટે માંગણી કરવામાં આવી રહી હતી. તેના અનુસંધાને એસ.ટી નિગમના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા સહિત કુલ 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી હતી. જોકે, એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here