RBIએ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમા UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી

RBIએ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમા UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી
RBIએ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમા UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ જ કારણ છે કે દર મહિને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધી રહી છે.RBI એ ઑફલાઇન વ્યવહારો માટે UPIમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

RBI ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની બેઠકની જાહેરાતમાં કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. તેમણે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની પણ જાહેરાત કરી હતી.

Read National News : Click Here

હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ ચૂકવણી કરી શકશે

RBIના નવા નિર્ણય બાદ હવે UPIની મદદથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ પેમેન્ટ કરી શકાશે. નવી પોલિસી અનુસાર હવે આ જગ્યાઓ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી UPI દ્વારા કરી શકાશે. આ નિર્ણયથી આ સંસ્થાઓમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન મળશે. હોસ્પિટલના બિલ અને સ્કૂલ-કોલેજની ફી ભરવામાં પડતી અસુવિધા ઓછી થશે.લોન EMI પર કોઈ રાહત નથી રિઝર્વ બેન્કે મોનેટરી પોલિસીમાં રેપો રેટ અને અન્ય પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ રીતે, લોન EMI પર કોઈ રાહત નહીં મળે. RBIની મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેથી બેંકોને સમાન દરે લોન મળતી રહેશે. આ સતત ચોથી વખત છે જ્યારે રિઝર્વ બેંકે તેના પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here