OBC માટે 27 ટકા અનામત : ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ’- ઋષિકેશ પટેલ

OBC માટે 27 ટકા અનામત : ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ'- ઋષિકેશ પટેલ
OBC માટે 27 ટકા અનામત : ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ'- ઋષિકેશ પટેલ
ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરાઈ છે. પ્રવક્તા મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને OBC અનામત અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ઝવેરી પંચના રિપોર્ટ અંગે વિસ્તૃત માહિતી આપી છે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણી કરાઈ છે, ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

‘ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણ’
ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ છે. વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBCને આપવામાં આવી છે તે અનામત યથાવત રહેશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવી છેઅત્રે જણાવી દઈએ કે, કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર કરાયો છે. સ્થાનિક પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે પંચે રિપોર્ટ કર્યો છે.

મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી અનેક પંચાયતમાં OBC બેઠક ખાલી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. આ દરમિયાન જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

Read About Weather here

27.5 ટકા OBC અનામત આપવાની કરી હતી રજૂઆત 
ત્યારબાદ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે એસ ઝવેરીએ વીટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના જજમેન્ટ, વિવિધ હાઈકોર્ટના જજમેન્ટના આધારે રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપી દેવાયો છે. જેમાં દરેક રાજકીય પક્ષને સાંભળવામાં આવ્યા છે. દરેક પક્ષનું માનવું છે કે નોકરીની જેમ જ અનામત આમાં પણ આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે નોકરીની જેમ 27.5 ટકા ઓબીસી અનામત આપવાની રજૂઆત હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે અમે વસ્તીના આધારે રિપોર્ટ સોંપ્યો છે. હવે આ મામલે સરકાર પોતાનો નિર્ણય લેશે! રિપોર્ટ સોંપ્યા પછી આયોગની કોઈ જવાબદારી નહીં, સરકાર જ નિર્ણય લેશે.

વધુમાં દર વર્ષે ઓબીસી અનામત બાબતો રિપોર્ટ આ પ્રકારે આપવો જોઈએ તેવા સુપ્રીમના નિર્દેશના આધારે ભલામણ કરી છે. જેમાં ઓબીસીની વસ્તી આધારે બેઠકો થશે.ઉલ્લેખનીય છે કે ઓબીસી અનામત મુદ્દે વિપક્ષે અનેક વખત સરકારને ઘેરી છે. રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. ત્યારે ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી.

ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here