મધ્ય પ્રદેશના ખરગોનમાં એક એવું સંયુક્ત પરિવાર રહે છે જેમાં કુલ 90થી વધુ સભ્યો રહે છે. આ પરિવારને દર મહિને 62,000 રૂપિયાનો સરકારી લાભ મળે છે. આ પરિવારની 17 મહિલાઓને સરકારની વિભિન્ન યોજનાઓનો લાભ મળે છે. આ પરિવારની 12 મહિલાઓને ‘લાડલી બહના’ યોજનાનો લાભ મળે છે તો પાંચ મહિલાઓને પ્રધાન મંત્રી આવાસ યોજના અને કિસાન સમ્માન નિધિનો લાભ મળી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આ પરિવાર એટલું મોટું છે એટલા માટે ગામનું નામ જ આ પરિવારના મુખિયાના નામ પરથી છે. આ ગામનું નામ વાસલ્યા ફલિયા છે. પરિવારની આટલી મોટી વસતી બાદ પણ એકસાથે હોવાના કારણે ખરગોનના ડીએમ શિવરાજ સિંહ વર્માએ ખુદ તેમની પ્રશંસા કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ગામ ખરગોન જિલ્લા મુખ્યાલયથી 45 કિમી દૂર ભગવાનપુરા વિકાસખંડની ગ્રામ પંચાયત દેવાડામાં છે. સામાન્ય રીતે આદિવાસી પરિવારોના એક ફલિયામાં 8-10 પરિવારો રહે છે પરંતુ આખુ વાસલ્યા ફલિયા એક જ પરિવાર છે. દિવંગત વાસલ્યા પટેલના આ પરિવારમાં તેમના 5 પુત્રો અને 6 ભાઈઓ છે.આ પરિવારમાં કુલ 44 પુરુષ અને 46 મહિલાઓ છે. આ પરિવારમાં કેટલાક લોકોની રસોઈ અલગ છે પરંતુ આખો પરિવાર આજે પણ એક સાથે એકજૂથ થઈને રહે છે. આદિવાસી સમુદાયના નાગરિકોની આ જુની પરંપરા છે કે તેઓ લગ્ન બાદ પોતાની પત્ની અને બાળકો સાથે અલગ મકાનમાં રહેવા લાગે છે પરંતુ તેમની રસોઈ અને ખેતી સામૂહિક હોઈ છે. ઘણા વાર તેમની રસોઈ અલગ થઈ જાય છે પરંતુ તેની અસર તેની એક જૂઠતા પર નથી પડતી.
‘લાડલી બહના’ અને અન્ય બે યોજનાઓ હેઠળ હિલાઓને દર મહિને 62 હજાર રૂપિયા મળેજિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, ‘લાડલી બહના’ અને અન્ય બે યોજનાઓ હેઠળ આ પરિવારની મહિલાઓને દર મહિને 62 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ રકમ સીધી તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાડલી બહેન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં પરિવારની 12 મહિલાઓના ખાતામાં ભંડોળ આવવાનું શરૂ થયું હતું. હવે યોજના હેઠળ પાત્ર મહિલાઓની લઘુત્તમ વય 23 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કર્યા બાદ યોજનામાં આ પરિવારની 5 અન્ય મહિલા સદસ્ય પણ જોડાશે.
Read About Weather here
આ સાથે જ ‘લાડલી બહના’ યોજનાનો લાભ મેળવનારી મહિલાઓની સંખ્યા 17 થઈ જશે. પરિવારજનોએ જણાવ્યું કે, યોજનામાંથી મળેલી રકમ બાળકોના શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચવામાં આવે છે. હાલમાં આ પરિવારમાં ઈંગિયા, રામલાલ, જુરસિંગ, જગદીશ અને કૈલાશના પરિવારો છે. આ જ રીતે તેમના પરિવારમાં ભૂર સિંહ, ગિલ્દાર, થેવા સિંહ, રેલ સિંહ અને તેલ સિંહ વગેરે વસલ્યાના 5 પુત્રો પણ સામેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here