
વર્લ્ડ કપ શિડ્યુલ જાહેર થતા અમદાવાદમાં મેચની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફેન્સે હોટલ રૂમની ટિકીટ બુક કરાવવાની શરૂઆત કરી છે. 5 સ્ટાર હોટલમાં એક દિવસ માટે રૂમનું ભાડુ 20 હજારથી અઢી લાખ સુધી પહોંચી ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
ICCએ વર્લ્ડ કપની ટિકીટની પણ જાહેરાત કરી છે. ફેન્સે ટિકીટ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યાર પછી જ ટિકીટ ખરીદી શકશે. 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ભારતીય ટીમની મેચ અને વોર્મ-અપ મેચની ટિકીટ ઉપલબ્ધ હશે. અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકીટ 3 સપ્ટેમ્બરના રોજ મળશે. સેમિફાઈનલ અને ફાઈનલ મેચની ટિકીટ 15 સપ્ટેમ્બરના રોજ ખરીદી શકાશે. ટિકીટ બુક કરાવ્યા પછી હાર્ડ કોપીની મદદથી સ્ટેડિયમમાં એન્ટ્રી થશે. જે શહેર વર્લ્ડ કપની મેજબાની કરી રહ્યા છે, ત્યાં ટિકીટ કલેક્શન કાઉંટર બનાવવામાં આવશે. હોટલની સાથે સાથે ફ્લાઈટની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. 13-15 ઓક્ટોબરના રોજ મુંબઈ અને દિલ્હીથી અમદાવાદ આવતી મોટાભાગની ફ્લાઈટની કિંમત 10 હજારથી 25 હજાર પર પહોંચી ગઈ છે. જેની કિંમતો હજુ પણ વધી શકે છે. સામાન્ય રીતે આ ફ્લાઈટની કિંમત 2,500થી 5,000 રૂપિયા હોય છે. www.cricketworldcup.com/register ઉપરાંત ઓફિશિયલ ટિકીટિંગ પાર્ટનર્સની વેબસાઈટ પરથી પણ બુકિંગ કરાવી શકો છો. રજિસ્ટ્રેશન માટે નામ, એડ્રેસ અને દેશની બેઝિક જાણકારી આપવાની રહેશે.
રજિસ્ટ્રેશન પછી ટિકીટ બુકિંગ માટે 25 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. 254 ઓગસ્ટથી અલગ અલગ ફેઝમાં વર્લ્ડ કપ 2023ની ટિકીટનું વેચાણ થશે, પહેલા દિવસે ફેન્સ પાસે તમામ બિન-ભારતીય અભ્યાસ મેચ અને તમામ બિન-ભારતીય વર્લ્ડ કપ મેચની ટિકીટ ખરીદવાનું ઓપ્શન હશે. ભારતીય ટીમની તમામ મેચ સિવાય અન્ય મેચ અને વોર્મ-અપ મેચની ટિકીટ બુક થઈ શકશે. સ્ટાર કેટેગરીના હોટલનું એડવાન્સમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. 3-5 સ્ટાર હોટલમાં એક દિવસ માટે રૂમનું ભાડુ 20 હજારથી અઢી લાખ સુધી પહોંચી ગયું છે. પ્રેસિડેંશિયલ સુઈટમાં જે બુકિંગ થયું છે તેમાં 1 લાખથી અઢી લાખ સુધીની કિંમત પર બુકિંગ થયું છે. હોટલ એસોસિએશન અનુસાર ટિકીટ કન્ફર્મ થયા પછી અમદાવાદના 100 કિમી આસપાસની તમામ નાની-મોટી હોટલ અને શેરિંગ ફ્લેટ બુક થઈ જશે.
Read About Weather here
ટિકીટનું વેચાણ શરૂ થયું નથી, પરંતુ ટિકીટ કન્ફર્મ થયા પછી અન્ય જગ્યા પર પણ ભાવ વધી જશે. સ્ટેડિયમ 1 લાખ કરતા વધુ દર્શકોની ક્ષમતા ધરાવે છે. 30-40 હજાર લોકો ગુજરાત બહારથી આવશે, આ કારણોસર ટિકીટના ભાવ વધી રહ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ વર્ષે ભારતની મેજબાનીમાં થતા વનડે વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કર્યું છે. 5 ઓક્ટોબરના રોજ ટુર્નામેન્ટ યોજાશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ રમવામાં આવશે. ભારત-પાકિસ્તાનની મેચ સહિત 9 મેચમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 14 ઓક્ટોબરના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોજ ભારત-પાકિસ્તાનની મેચ રમાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here