ઉત્તર ભારતની દરેક નાનામાં નાના બાળકને લિટ્ટી ચોખાનો સ્વાદથી પરિચિત છે. આ ફૂડ એટલી બધી ડિશ લોકપ્રિય થઈ ગઈ છે કે હવે ફાઈવ સ્ટાર હોટલોમાં પણ તેની માંગ થઈ રહી છે. G20 મહેમાનો માટે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટેલ લે મેરીડિયનમાં જમવા માટે લિટ્ટી ચોખાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
લે મેરીડિયન હોટેલના વાઇસ પ્રેસિડેન્ટ મીના ભાટિયાએ એક ચેનલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ભારતીય ભોજન પર સંપૂર્ણ ભાર મૂક્યો છે. અમારો સંપૂર્ણ પ્રયાસ છે કે વિદેશી મહેમાનોને સ્વદેશી વાનગીઓનો સ્વાદનો ચાખવા મળે અને તેઓ ભારતીય કલ્ચરથી પરિચીત થાય.માત્ર લિટ્ટી ચોખા જ શા માટે? એવું પૂછવામાં આવતા લે મેરીડિયનના શેફ નવીને જણાવ્યું હતું કે લિટ્ટી ચોખા એ અત્યારના સમયમાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે અને લોકો ખૂબ જ ઉત્સાહ અને હોંશથી તેને ખાવાનું પસંદ કરી રહ્યા છે. અમે અમારા વિદેશી મહેમાનો માટે આનાથી વધુ સારો સ્વાદ મેળવી શક્યા ન હોત.
Read About Weather here
લે મેરિડિયન હોટેલના આસિસ્ટન્ટ માર્કેટિંગ મેનેજર લે જાસ્મિનએ જણાવ્યું હતું કે અમે મેન્યુમાં સ્વદેશી વાનગીઓ પર ખૂબ જ ભાર મૂક્યો છે. જેમાં ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતીય વાનગીઓ વિદેશી મહેમાનો માટે પીરસવામાં આવશે, લખનૌની નલ્લી નિહારીથી લઈને કોંકણી વાનગી, દક્ષિણની કેટલીક અન્ય વાનગીઓ પણ તેમાં સામેલ કરવામાં આવશે. જૈસામિને જણાવ્યું કે અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લોકપ્રિય વાનગીઓનો સમાવેશ કર્યો છે.દિલ્હીની આ ફાઈવ સ્ટાર હોટલમાં પાંચ દેશોના વડાઓ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં, અહીંના રસોઇયાએ તે દેશોના ભોજનની પણ વ્યવસ્થા કરી રાખી છે, જેમાં ત્યાંના સ્થાનિક ખોરાકનો સમાવેશ થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here