આગામી જી.20 શિખર પરિષદ માટેના રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવેલા ડીનર આમંત્રણમાં પ્રથમ વખત ‘પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડીયા’ને બદલે ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’ લખાયું હોવાનો દાવો કોંગ્રેસના પ્રવકતા જયરામ રમેશે કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
તેઓએ એક ટવીટ કરીને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ભવનમાં 9 સપ્ટેમ્બરે જે ડિનર બેઠક યોજાવાની છે તેમાં મળેલા આમંત્રણમાં પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડીયા જે સામાન્ય રીતે લખાતુ હોય છે તેને બદલે પ્રેસીડેન્ટ ઓફ ભારત તેવો ઉલ્લેખ કરાયો છે. તેઓએ કહ્યું કે હવે સંવિધાનના અનુચ્છેદ-1માં જે રીતે ઈન્ડીયા હતું તેને બદલે ભારત અને રાજયનો એક સંઘ હશે. પરંતુ હવે રાજયોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે.એ ઉલ્લેખનીય છે કે, વિપક્ષી ગઠબંધન કે જેને I.N.D.I.A. નામથી ઓળખવામાં આવે છે તેના કારણે હવે પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડીયાના બદલે પ્રેસીડેન્ટ ઓફ ભારત લખાયુ હોય તેવો અર્થ કોંગ્રેસ પક્ષે કર્યો છે. બીજી તરફ ગઈકાલે જ આરએસએસના વડા મોહન ભાગવતે ઈન્ડીયાને બદલે ભારત શબ્દના ઉપયોગ પર ભાર મુકયો હતો અને ભાજપ પણ હવે ઈન્ડીયા શબ્દને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવા પ્રયાસ કરી રહ્યું છે.મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે, લોકોએ ઈન્ડીયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આ દેશનું નામ સદીઓથી ભારત છે તેઓ જૈન સમાજના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે તમામ વ્યવહારીક ક્ષેત્રોમાં ઈન્ડીયાને બદલે ભારતના નામનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
Read Saurashtra Kranti E-Paper here
સરકાર પણ હવે સતાવાર નામ ‘ઈન્ડીયાને બદલે ભારત’નો ખરડો લાવશે!
વિપક્ષોએ જયારથી તેમના ગઠબંધનનું ટુંકું નામ ઈન્ડીયા રાખ્યું છે તે પછી હવે સંસદના ખાસ સત્રમાં પણ તમામ સતાવાર સરકારી ઉપયોગ માટે ઈન્ડીયા શબ્દને વિદાય આપી તેના બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવા સરકાર ખાસ ખરડો લાવી શકે છે તેવી ચર્ચા વાઈરલ બની છે. જો કે સરકાર તરફથી હજુ આ અંગે કોઈ સ્પષ્ટતા આવી નથી પરંતુ કોંગ્રેસે જે રીતે આ વિવાદ ઉપાડયો છે તે વધુ ચગે તેવી પણ શકયતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here