ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે ODI વર્લ્ડ કપ 2023 રમવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
ટાઈટલ મેચ અમદાવાદમાં રમાશે
5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ 2023 શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાશે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. આ વખતે વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે. આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલને તક મળી નથી, જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજુ સેમસન પણ આ લિસ્ટમાંથી બહાર છે. તિલક વર્માને પણ તક મળી નથી.
આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે કે ભારત એકલા જ વનડે વર્લ્ડ કપની મેજબાની કરશે. આ પહેલા તેણે 1987, 1996 અને 2011 વર્લ્ડ કપની સંયુક્ત રીતે આયોજન કર્યું હતું. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
Read Saurashtra Kranti E-Paper here
વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર.
આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે કે ભારત એકલા જ વનડે વર્લ્ડ કપની મેજબાની કરશે. આ પહેલા તેણે 1987, 1996 અને 2011 વર્લ્ડ કપની સંયુક્ત રીતે આયોજન કર્યું હતું. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આ વખતે વર્લ્ડ કપ 2023 માટે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 સ્થળો નક્કી કરવામાં આવી છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. પહેલી સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે. બંને સેમિફાઇનલમાં એક રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19મી નવેમ્બરે યોજાશે, જ્યારે 20મી નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ મેચ હશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here