96 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ : રાજ્યમાં અનુમાન કરતાં 76% વધુ વરસાદ વરસ્યો

96 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ : રાજ્યમાં અનુમાન કરતાં 76% વધુ વરસાદ વરસ્યો
96 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ : રાજ્યમાં અનુમાન કરતાં 76% વધુ વરસાદ વરસ્યો
31 જુલાઇની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં 17803 કરોડ લિટર સાથે કુલ 70.47% જળસંગ્રહ થયું છે. જે પૈકી 63.51% પાણી વપરાશ લાયક છે. 2019 થી અત્યાર સુધીના 5 વર્ષમાં સૌથી સારી સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં 82.10%, ઉત્તર ગુજરાતમાં 69.65% અને મધ્ય ગુજરાતમાં 45.64% જળસંગ્રહ સાથે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ જળસંગ્રહ થયું છે. જ્યારે કચ્છમાં 66.78%, જળસંગ્રહ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ પોણા 10 ઇંચ વરસાદે 18 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ અગાઉ 2005 ના જૂનમાં સરેરાશ 11 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ચાલુ સાલે જુલાઇમાં સરેરાશ પોણા 18 ઇંચ વરસાદ સામે ગત વર્ષે જુલાઇમાં સવા 21 ઇંચ વરસાદ પડ્યો હતો. એટલે કે, ગત વર્ષ કરતાં સાડા 3 ઇંચ જેટલા વરસાદની ઘટ રહી છે. ઉલ્લેખનીય છે કે, જુલાઇ અંત સુધીમાં રાજ્યમાં સરેરાશ પોણા 15 ઇંચ વરસાદના અનુમાન સામે સાડા 27 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. એટલે કે, રાજ્યમાં અનુમાન કરતાં 76% વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

ગુજરાતમાં છેલ્લા 2 મહિનામાં સાડા 27 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. 1901 થી અત્યાર સુધીના 123 વર્ષમાં જૂન-જુલાઇમાં થયેલા વરસાદની સ્થિતિ જોઇએ તો, આ વરસાદે 96 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સાથે 123 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો છે. આ અગાઉ વર્ષ 1927 ના જૂન-જુલાઇમાં પડેલો સવા 30 ઇંચ વરસાદ પડ્યો હતો. જે છેલ્લા 123 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ છે.

Read About Weather here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here