જીએસટીમાં હવે વિદ્યાર્થીઓની ટ્રાન્સપોર્ટેશન ફી ને મુક્ત કરવામાં આવ્યું છે. આ અંગેનો નિર્ણય વર્ષ 2017 ના નોટિફિકેશનમાં જ જાહેર કરી દેવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓની ટ્રાન્સપોર્ટેશન ફી ને જીએસટી માંથી મુક્તિ મળે પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ આ નિયમનો ઉલાળીયો કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
હવે ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગે આ અંગેનો નિર્ણય લેતા જણાવ્યું હતું કે હવે વિદ્યાર્થીઓ પાસે જે પરિવહન માટેની જે ફી વસૂલવામાં આવે છે તેને જીએસટી ના દાયરામાં લેવામાં નહીં આવે.સ્કૂલ કેન્ટીન અને બસ સેવાઓ જીએસટી દાયરામાં આવતી નથી. મહારાષ્ટ્ર ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગએ આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણયથી દેશભરની શાળાઓને રાહત મળશે. શાળા દ્વારા પૂરી પાડવામાં આવતી કેન્ટીન અને બસ સેવાઓ જીએસટી દાયરામાં આવે છે કે કેમ તે અંગે એએઆર નિર્ણય લેવાનો હતો. ભારતમાં શાળાની ફીને જીએસટી માંથી મુક્તિ આપવામાં આવી છે.
Read Saurashtra Kranti E-Paper here
સમીક્ષા હેઠળનો પ્રશ્ન એ હતો કે શું શાળાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ જેમ કે ટ્રાન્સપોર્ટ અને કેન્ટીન સુવિધાઓ જીએસટી માટે જવાબદાર હશે. તમિલનાડુ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ એ ચુકાદો આપ્યો છે કે શાળાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી કેન્ટીન અને પરિવહન સેવાઓ જીએસટી માટે જવાબદાર રહેશે નહીં. આ પગલાથી શાળાઓ અને વાલીઓને રાહત મળે છે જેઓ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતા નાણાં પર જીએસટી વસૂલવામાં આવશે કે કેમ તે અંગે અચોક્કસ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here