હેલ્થ સેન્ટરમાં મેડીકલ ઓફિસર પર હુમલો !

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

કાઠી શખ્સે હેલ્થ સેન્ટર બંધ કરી દેવા ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી કારનો કાંચ તોડી નાખ્યો

વિંછીયાનાં મોટા હડમતિયાઆં ગમે કાઠી શખ્સે હેલ્થ કેર સેન્ટર બંધ કરાવી ફરજમાં રૂકાવટ કરી મેડીકલ ઓફિસર પર હુમલો કરી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ નોંધણી છે. બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ વિંછીયાનાં ઓરી ગામે રહેતા અને હેલ્થ વિભાગમાં એમ.પી.એચ ડબ્લ્યુ તરીકે ફરજ બજાવતા જયભાઈ જીવાભાઈ જમોડ (ઉ.વ.૨૮) નામના યુવાને વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

ગઈ કાલે પોતે વિંછીયાનાં મોટા હદમતીયા ગામે હેલ્થ કેર સેન્ટર ખાતે ફરજ પર હતા ત્યારે ગામમાં રહેતો જયરાજ જગુ સોનારા નામનો કાઠી શખ્સ હેલ્થ સેન્ટર પર આવી કોઈ બાબતે ઝઘડો કરી સેન્ટર બંધ કરવા ધમકી આપી મેડીકલ ઓફિસર પલ્લવીબેન ચૌહાણ સાથે બોલાચાલી કરી હુમલો કરી તેજસભાઈની અલ્ટો કારમાં ધારિયું મારી કારનો કાંચ તોડી નાખી ફરજમાં રૂકાવટ કરી નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવનાં પગલે હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈ વાસાણી એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here