વિરપુર મંદિરમાં યુવાનો દ્વારા સેવાયજ્ઞ

વિરપુર
વિરપુર

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામમાં યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના સહયોગથી ચાલુ કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની સેવાભાવી યુવાનો દ્વારા સેવાયજ્ઞ.

દર્દીઓને સવારે ચા-નાસ્તો અને બપોરે અને સાંજે અમે બે ટાઈમ પૌષ્ટિક આહાર સાથે ફ્રુટ જ્યુસ,નારિયેળ પાણી તેમજ રાત્રે હળદળ વાળું દૂધ અપાય છે.

ગુજરાત રાજ્યના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા વિરપુર કોવિડ કેર સેન્ટરમાં દરરોજ રૂબરૂ મુલાકાત લઈ મોનીટરીંગ.

યુવાનો સાથે સાથે વિરપુરના સેવાભાવી યુવા રાજુભાઇ બારૈયા પણ સતત દર્દીઓની સેવામાં રહે છે.
રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરનું નામ આવે એટલે ભૂખ્યાજનોની ભૂખ ભાંગતી પૂજ્ય જલારામ બાપાની સેવા તુરંત જ સામે આવે, તેવી જ રીતે વીરપુરના યુવાનો પણ પૂજ્ય જલારામ બાપાની સેવાના સૂત્રની સાથે પ્રેરણા લઈને સેવા યજ્ઞ શરૂ કર્યો છે અને તે પણ કોરોનાના દર્દીઓની સેવા વીરપુરના 25 જેટલા યુવકોનું ગ્રુપ કોરોનાના દર્દીઓની વહારે આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

વીરપુરની સરકારી હોસ્પિટલમાં યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના સહયોગથી શરૂ થયેલ કોવીડ કેર સેન્ટરમાં તમામ જાતની સેવા પુરી પાડી રહ્યા છે, ગુજરાત રાજ્યના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના તથા રાજુભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ કોવીડ કેર સેન્ટરમાં આ યુવકો કોરોનાના દર્દીઓ માટે બે ટાઈમ જમવાનું,સવારે ચા-નાસ્તો,તેમજ દીવસ દરમિયાન નારિયેળ પાણી અને ફ્રૂટની સેવા આપી રહ્યાં છે.

Read About Weather here

સાથે સાથે જો કોઈ કોરોનાના દર્દીને ઇમરજન્સી વીરપુર થી હોસ્પિટલ કે જિલ્લા કક્ષાએ લઈ જવાના થાય અને એમ્બ્યુલન્સની સુવિધા ન મળે તો પોતાની ખાનગી કારમાં કોરોનાના દર્દીને લઈને ઓક્સીઝનની સુવિધા સાથે જિલ્લા કક્ષાએ લઈ જાય છે અને જ્યાં સુધી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાના થાય ત્યાં સુધી દર્દીની સાથે રહે છે અને તમામ પ્રકારની સેવા કરે છે, વીરપુરના યુવકો કોરોનાના દર્દીઓને વીરપુર હોસ્પિટલમાં તો ઠીક પરંતુ તેને અમદાવાદ સુધી લઈ જઈને સેવા આપે છે અને સાથે સાવચેતીના ભાગરૂપે લોકોને કોરોના પ્રત્યે જાગૃત પણ કરે છે.

કોરોના સામે કઈ રીતે સુરક્ષિત રહી બીજાને પણ કઈ રીતે સુરક્ષિત રાખવા તે અંગે લોકોને માહિતગાર કરી આ વિરપુરના યુવાન ભાવેશભાઈ ભાલાળા,રાકેશભાઈ પણસારા,રાજુ સાવલીયા,કુલદીપ ધામેલીયા,મિલન ડોબરીયા,પાર્થ ભાલાળા, સંજય વઘાસિયા,યાજ્ઞિક ડોબરીયા સહિતના 25 જેટલા સેવાભાવી યુવાનો સાચા અર્થમાં સેવાયજ્ઞ કરી સેવાના સૂત્રને સાર્થક કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here