હવે વિદેશી વિદ્યાર્થીઓ પણ ભારતમાં અભ્યાસ કરવા નિશ્ચીત રૂપે આવી શકશે: એન.એમ.સી.

હવે વિદેશી વિદ્યાર્થીઓ પણ ભારતમાં અભ્યાસ કરવા નિશ્ચીત રૂપે આવી શકશે: એન.એમ.સી.
હવે વિદેશી વિદ્યાર્થીઓ પણ ભારતમાં અભ્યાસ કરવા નિશ્ચીત રૂપે આવી શકશે: એન.એમ.સી.
ભારતના તબીબી શિક્ષણમાં ચાલી રહેલી શ્રેષ્ઠતા અને હવે દેશની મેડીકલ કોલેજોના અભ્યાસક્રમની ગુણવતા પણ સુધરતા વર્લ્ડ ફેડરેશન ઓફ મેડીકલ એજયુકેશન દ્વારા ભારતના મેડીકલ ગ્રેજયુએટને હવે અમેરિકા-કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં તબીબી પ્રેકટીસની છુટ આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતના આ મેડીકલ ગ્રેજયુએટો માટે આ નવી છુટ 10 વર્ષ માટે અમલી રહેશે. આ અંગે વર્લ્ડ ફેડરેશન ફોર મેડીકલ એજયુકેશન દ્વારા એક પત્રથી નેશનલ મેડીકલ કમીશન ઓફ ઈન્ડીયાને જાણ કરવામાં આવી છે. ભારતમાં તબીબી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને દેશ બહાર પ્રેકટીસ કરવા માટે આ આંતરરાષ્ટ્રીય ફેડરેશનની માન્યતાની જરૂર રહે છે અને આ નવી માન્યતાથી ફકત ભારત જ નહી ભારતમાં તબીબી અભ્યાસક્રમ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓને પણ હવે તેમના દેશોમાં મેડીકલ પ્રેકટીસની છુટ આપોઆપ મળી જશે. ધી નેશનલ મેડીકલ કમીશનની માન્યતા ધરાવતી મેડીકલ કોલેજો આ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. આ ઉપરાંત ભારતમાં મેડીકલ ક્ષેત્રે ગ્રેજયુએશન કરનાર વિદ્યાર્થીઓને હવે પોષ્ટ ગ્રેજયુએશન કે તેવા ઉચ્ચ અભ્યાસક્રમ માટે પણ કોઈ વધારાની પરીક્ષા આપવાની રહેશે નહી. આ નવા નિયમ હેઠળ દેશની હાલની તમામ 706 મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને લાભ થશે. ભારત એક તરફ મેડીકલ ટુરીઝમનું કેન્દ્ર બન્યું છે.

Read Saurashtra Kranti E-Paper here

વિશ્વના અનેક દેશના દર્દીઓ ભારતમાં ઈલાજ માટે આવે છે તે ઉપરાંત હવે વિદેશથી ભારતમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પણ વધશે અને ભારતના તબીબી શિક્ષણે વિશ્વની માન્યતા મળી ગઈ છે.ધ વર્લ્ડ ફેડરેશન ફોર મેડીકલ એજયુકેશન એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે દરેક દેશના મેડીકલ શિક્ષણને ગુણવતાના આધારે મુલ્યાંકન કરે છે. આ ઉપરાંત ભારતમાં હવે વૈશ્વીક સ્તરની મેડીકલ કોલેજો સ્થાપવા પણ ખાનગી ક્ષેત્ર આગળ આવશે. આ પ્રક્રિયા માટે પ્રતિ મેડીકલ કોલેજમાં રૂા.4.98 લાખની ફી આ આંતરરાષ્ટ્રીય ફેડરેશનને મળી છે. આ રીતે વૈશ્વીક સંગઠનને ભારતમાંથી રૂા.351.90 કરોડની કમાણી થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here