હરિયાણામાં કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં દૂધસાગર ડેરીના ચેરમેનના ભાણેજ સહિત 5નાં મોત

હરિયાણામાં કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં દૂધસાગર ડેરીના ચેરમેનના ભાણેજ સહિત 5નાં મોત
હરિયાણામાં કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં દૂધસાગર ડેરીના ચેરમેનના ભાણેજ સહિત 5નાં મોત
હરિયાણા ગાયો ખરીદવા માટે ગયેલા પાટણના ધિણોજ નજીક આવેલા કમાલપુર, સીતાપુરા અને મહેસાણાના સામેત્રા સહિતના ચાર યુવકોની કારને હરિયાણા એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે ગોઝારો અકસ્માત નડ્યો હતો જેમાં ધુમ્મસને કારણે તેમની કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ચારેય યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ચારેય યુવકોના ચાર આશાસ્પદ યુવકોના મોતને પગલે સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચાર યુવકો પૈકી એક પાર્થિલ ભરતભાઈ ચૌધરી નામનો યુવક દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ભાણિયો થતો હોવાનું તેમજ અકસ્માત થયેલ કાર પણ અશોકભાઈના ભાઈ નરેશ ભાઈના નામે હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.વિગતો મુજબ પાટણના ચાણસ્મા તાલુકાના ધિણોજ નજીક આવેલા કમાલપુર ગામના જગદીશભાઈ ચૌધરી ગાયોનો તબેલો ધરાવે છે. ત્યારે કેટલાક દિવસ પૂર્વે જગદીશભાઈ પોતાની નજીક આવેલા સીતાપુરા ગામના બે અને સામેત્રાના એક મળી ચાર યુવકો જી.જે.18.ઇ.એ.9696 નંબરની ક્રેટા કાર લઈને પંજાબના હરિયાણા ખાતે વધુ હરિયાણવી ગાયો લેવા માટે ગયા હતા.દરમિયાન ગુરુવારે વહેલી સવારે પંજાબ હરિયાણાના એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.બાદલી અને બુપનિયા ગામની વચ્ચે ધુમ્મસને કારણે કાર આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈને ગઈ હતી. ટ્રેલર સાથેની જોરદાર ટક્કરને પરિણામે કારમાં સવાર 5 યુવકો બહાર ફેંકાઈ ગયા હતા અને 5 પૈકી પાર્થિલ, જગદીશ અને મુકેશનું ગંભીર ઇજાઓને પરિણામે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Read About Weather here

જ્યારે સ્થાનિક યુવક હંસરાજને બહાદુરગઢ હોસ્પિટલમાં તેમજ ગંભીર ઇજાગ્રસ્ત ભરતકુમારને રોહર્તકની પીજીઆઇ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલી બહાદુરગઢ પોલીસે કારના ગુજરાત પાસિંગના રજિસ્ટ્રેશન નંબર આધારે મહેસાણામાં રહેતા માલિકનું સંપર્ક કરી ને ગમખ્વાર અકસ્માતની જાણ કરી હતી. બીજી તરફ ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને ભાગી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here