સ્વૈચ્છીક સંસ્થાઓમાં નિવૃત થયેલ આંગણવાડીના બહેનોને ગ્રેચ્યુઈટીની રકમની ચૂકવણી કરાવી

સ્વૈચ્છીક સંસ્થાઓમાં નિવૃત થયેલ આંગણવાડીના બહેનોને ગ્રેચ્યુઈટીની રકમની ચૂકવણી કરાવી
સ્વૈચ્છીક સંસ્થાઓમાં નિવૃત થયેલ આંગણવાડીના બહેનોને ગ્રેચ્યુઈટીની રકમની ચૂકવણી કરાવી
ભારતીય મજદુર સંઘની યાદીમાં જણાવ્યું છે કે આંગણવાડીમા કાર્યકર હેલ્પર તરીકે ફરજ બજાવી નિવ્રુત થયેલ બહેનોને ગ્રેચ્યુઇટી ચુકવવા રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન હેઠળના 30 બહેનોના કેસો કંન્ટ્રોલીંગ ઓથોરેટી સમક્ષ 2018મા દાખલ કરવામા આવેલ જેમા પછીથી રાજકોટ મ્યુની.કોર્પોરેશનના અપિલ નં 5/2018 થી 10/2018, 13/2018 થી 32/2018 અને 38/2018 થી 41/2018 હતા જ્યારે જીલ્લા પંચાયતના અપિલ નં 3/2018થી4/2018,11/2018 થી 12/2018 33/2018 થી37/2018 હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ કેસો જે તે સમયે સુપ્રિમ કોર્ટમા મેટર ચાલુ હોવાથી સ્થગીત કરાવેલ હતા ત્યારબાદ તા 25/4/2022 નારોજ સુપ્રિમ કોર્ટ દ્વારા આંગણવાડીના કાર્યકર /હેલ્પર બહેનોને ગ્રેચ્યુઇટી ચુકવવા ચક્રવર્તિ ચુકાદો આપતા આ કેસો રી-ઓપન કરાવાવામા આવેલ હતા. ઉક્ત કેઇસો પૈકી 15 જેટલા બહેનોને રાજકોટની જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી.પુતળીબા ઉધોગ મંદીર, કાન્તા સ્ત્રી વિકાસ ગ્રુહ,સૌરાષ્ટ્ર કલ્યાણ ટ્રસ્ટ વગેરેમા 1984,1985,1988,1989થી ફરજ બજાવતા હતા આ સ્વૈચ્છિક સંસ્થાવાળી આંગણવાડી રાજકોટ મહાનગર પાલીકા દ્વારા 2005માં સંભાળેલ હતી તેથી આ સ્વૈચ્છિક સંસ્થા વાળી આંગણવાડીના બહેનોને મહાનગર પાલીકા દ્વારા 2005થી નિવ્રુતી સુધીના સમયની ગ્રેચ્યુટી ચુકવેલ આની સામે ભારતીય મજદુર સંઘ દ્વારા વાંધા રજુ કરી મહા નગરપાલીકા રાજકોટના 1982 ના જનરલ બોર્ડના ઠરાવ અને આઇ.સી.ડી.એસ. ના 1998ના ઠરાવ રજુ કરી.

Read About Weather here

આ બહેનોની સ્વૈચ્છિક સંસ્થાની નોકરી સળંગ હોય અને તેઓ સ્વૈચ્છિક સંસ્થામાં આંગણવાડીમા કામ કરતા હોવા છતાં આઇ.સી.ડી.એસ.ના કામદાર હોવાનુ પુરવાર કરી આથી 15 બહેનોને આ સ્વૈચ્છિક સંસ્થામા કરેલ નોકરી માટે ગ્રેચ્યુટીની રકમ ચુકવવા શ્રી જી.એમ.ઘુટકા ક્ધટ્રોલીંગ ઓથોરેટી  ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ-1972 રાજકોટે તા 21/7/2023 ના રોજ હુકમ કરેલ છે અને 15 બહેનોને કુલ ગ્રેચ્યુટી પેટે રૂ.4,68,723-00 અને તેના પર અંદાજે પ થી 7 વર્ષનુ 10 ટકા વ્યાજ 3,00,000-00 (ત્રણ લાખ ) ભારતીય મજદુર સંઘે અપાવેલ છે. હુકમની જાણ થતા બહેનોમા આનંદની લાગણી પ્રસરેલ છે અને સર્વે બહેનોએ ભારતીય મજદુર સંઘના હસુભાઇ દવે નો આભાર માન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here