સો-સો સલામ આ ‘યુવાની’ને અને જોશને

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જયારે યુવાનો અને યુવતીઓ પણ મતદાન કરવામાં આળસ બતાવીને ઘરમાં બેસી રહ્યા પણ અહીં પ્રસ્તુત આ તસ્વીર જોઇને ચોક્કસપણે મતદાન ન કરનારા યુવાનોને શર્મથી મોઢું છુપાવી દેવાની ફરજ પડશે. લાકડીના ટેકે દીકરાના હાથનો સહારો લઇ ન ઘરથી ચેક મતદાન મથક સુધી આવેલા આ વયોવૃદ્ધ ઉમેદવારોને સૌ-સૌ સલામ કરવાનું મન થાય છે. મતદાન કરવા આવેલા આ બુઝુર્ગની ઉમર કેટલ છે એ જાણો છો ? પુરા 112 વર્ષ !!… વાલાભાઇ વાણીયા નામના આ વૃધ્ધ દિકરાનો સહારો લઇ આ ઉમરે પણ મત આપવા આગ્રહ કરીને આવ્યા હતા. તેના પહેલાની તસવીરમાં દેખાતા માજી મીઠીબેનની વય પુરા 108 વર્ષ છે. તેમણે પણ યુવાનોને સરમાવે તેવી સ્ફુર્તી સાથે પૌત્ર પૌત્રીને સાથે લઇને પોતાની પવિત્ર ફરજ બજાવી હતી અને બુથ સુધી પહોચી મતદાન કર્યુ હતું. વયની સદી વટાવી ચુંકેલા આ યુવાનોના જોશને અને જોમને જોઇને એ ખાતરી ચોક્કસ થઇ જવી જોઇએ કે આપણી લોકશાહીને આવા વયવૃધ્ધોનું જોમ અને જોશ હમેશા જીંવત રાખશે.