સુરત : નેશનલ હાઇવે નં. 48 પર એક સાથે 10 વાહનોનો ગમખ્વાર અકસ્માત

સુરત : નેશનલ હાઇવે નં. 48 પર એક સાથે 10 વાહનોનો ગમખ્વાર અકસ્માત
સુરત : નેશનલ હાઇવે નં. 48 પર એક સાથે 10 વાહનોનો ગમખ્વાર અકસ્માત
સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું ‘ઘર’ બની ગયો હોય તેમ છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરત પંથકમાં પેસેન્જર્સ ભરવાની લ્હાઇમાં હાઇવે પર અડચણરૂપ, જોખમી રીતે લકઝરી બસો થોભાવી ચાલકો આડેધડ પેસેન્જર ભરતા હોવાની ભૂતકાળમાં અનેક વખત રાવ ઉઠી હતી.ત્યારે હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઇ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયા હતા.

4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરત પંથકમાં પેસેન્જર્સ ભરવાની લ્હાઇમાં હાઇવે પર અડચણરૂપ, જોખમી રીતે લકઝરી બસો થોભાવી ચાલકો આડેધડ પેસેન્જર ભરતા હોવાની ભૂતકાળમાં અનેક વખત રાવ ઉઠી હતી. ત્યારે હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઇ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયા હતા. સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું ‘ઘર’ બની ગયો હોય તેમ છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

જેમાં કોસંબા તરફના માર્ગ પર સુરતના કીમ ચાર રસ્તા એક પછી એક 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 4 જેટલી લકઝરી બસ, 4 જેટલી કાર, ૨ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે ક્ષણિક અફરાટફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે  નેશનલ હાઇવે પર પેસેન્જ ભરવા વાહનો થોભાવી દેવામાં આવે છે.જેને લઈને નેશનલ હાઇવે પર સર્જાતા હોવાથી તેને અંકુશમાં રાખવા માટે નિયમ અને ચેકીંગ કરવામાં સહિતની કાર્યવાહીની માંગ ઉઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here