સુરત એલઆઈસી કચેરી સામે વિમા પેન્શનરોએ વિવિધ માંગો ને લઇ કર્યા ધરણા

એલઆઈસી વિભાગીય કચેરી ખાતે આજે પેન્શનરો દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પેન્શનરો દ્વારા નારેબાજી કરીને એલઆઈસીની તાનાશાહી નહી ચાલે તેમ કહીને પેન્શનમાં વધારો કરવા અને ૩૦ ટકા ફેમિલી પેન્શન આપવાની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનરો હાજર રહૃાા હતાં. પેન્શનરોએ એલઆઈસી વિભાગીય કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધરણા પ્રદર્શન યોજ્યાં હતાં. બપોરે ૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી પટાંગણમાં ઉભા રહીને નારેબાજી કરી હતી.

સાથે જ પોતાની પેન્શનને લગતી મુખ્ય બે માંગણીઓ બુલંદ કરવાનો પ્રયાસ કર્યો હતો.આ કાર્યક્રમમાં ૬૦થી વધુ પેન્શનરો હાજર રહૃાાં હતાં. એઆઈઆઈપીના નેજા હેઠળ યોજાયેલા પેન્શનરોની આ સભામાં ઠરાવો પસાર કરી , જીપ્સાના ચેરમેન તથા નાણામંત્રીને ઠરાવો મોકલવામાં આવશે. આ સભામાં અશૉક ભાઇ, દેવશંકર ભટ, નિકુંજ દેસાઈઍ સંગઠન અંગે માહિતી આપી હતી.સામાન્ય મંત્રી,દેવાગ દેસાઈ દ્વારા ટેકો જાહેર કર્યો હતો.