સુરતમાં ONGC બ્રિજમાં કોલસા ભરેલું જહાજ ટકરાયું

સુરતમાં ONGC બ્રિજમાં કોલસા ભરેલું જહાજ ટકરાયું
સુરતમાં ONGC બ્રિજમાં કોલસા ભરેલું જહાજ ટકરાયું
સુરતના હજીરા સ્થિત કોલસો ખૂબ મોટા પ્રમાણમાં આવતો હોય છે. કોલસાને જેટી સુધી લઈ જવા માટે બાર્જનો ઉપયોગ કરવામાં આવે છે. આજે સવારે એકાએક જ ડુમસ દરિયામાંથી તણાઈ આવતા ભારે ભરખમ કોલસા ભરેલું બાર્જ ઓએનજીસી બ્રિજના પિલ્લર સાથે ટકરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ફરી એક વખત કોલસા ભરેલ જહાજ બ્રિજ સાથે ટકરાયું.સવારે તણાઈને આવતા બ્રિજ ના પિલર સાથે ટકરાયું જહાજ. આ ચોથી વખત બ્રિજ સાથે જાહજ ટકરાયાની ઘટના સામે આવી છે .જોકે આજ ઘટના 5 મહિનો પહેલા પણ બની હતી. એ સમયે બાર્જને સલામત રીતે જેટી સુધી લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી .હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાર્જ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે. ખાનગી કંપનીના બાર્જને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે, પરંતુ ઘણી વખત વધુ પડતા પવન અને પાણીના વેગના કારણે આ પ્રકારના બાર્જ શીપ તણાઈ આવતા હોય છે. આખરે તે ઓએનજીસી બ્રિજના પિલર પાસે આવીને ઊભા રહી જતા હોય છે. અથવા તો તેમની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે. કોલસા ભરેલા બાર્જ ટકરાવાની ઘટના સમયાંતરે બનતી રહે છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here