સુરતમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેલી યુવતીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું (28)

JAMNAGAR-HOLI-SUICIDE-હોળી
JAMNAGAR-HOLI-SUICIDE-હોળી

પ્રેમસબંધ થઈ જતા તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા

Subscribe Saurashtra Kranti here.

સુરત શહેરમાં દિનપ્રતિદિન આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહૃાો છે ત્યારે વધુ એક આપઘાતની ઘટના સુરત શહેરમાં સામે આવી છે. અહીંયા લિવ ઇન રિલેશનશીપમાં રહેતી એક યુવતીનો કરૂણ અંજામ આવ્યો છે. યુવતીએ છૂટાછેડા લીધા બાદ પરિવારની મરજી વિરુદ્ધ એક યુવક સાથે લિવ ઇન રિલેશનશીપ બાંધ્યો હતો અને યુવક સાથે એક વર્ષથી સાથે રહેતી હતી. જોકે, ગત રોજ આ યુવતીએ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં લગ્ન તૂટ્યા બાદ પરિવારની મરજી વિરુદ્ધ એક યુવાન સાથે છેલ્લા એક વર્ષથી લિવઈન માં રહેતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટના વતની વતની અને હાલ પરવત પાટિયાગામમાં પટેલ ફળિયામાં રહતી મહિલા જ્યોતિના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા પરિવરે ઉત્તર પ્રદેશ ખાતે તિવારી નામના યુવાન સાથે કરાવ્યા હતા. જોકે પહેલાં તો લગ્ન જીવન બરાબ ચાલ્યું પણ છેલ્લા કેટલાક સમયથી લગ્ન જીવન બરાબર ન ચાલતું હોવાને લઈને આ મહિલા પોતાના પતિને છોડી છૂટાછેડા લઈને સુરત ખાતે આવી ગઈ હતી.

Read About Weather here

જયોતિએ પરિવારની વિરુધ્ધ જઇ યુવક સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારથી જયોતિ સુરતમાં પરિવારથી અલગ રહેતી હતી. જયોતિ એક વર્ષ અગાઉ દિપક નામના યુવક સાથે પ્રેમસબંધ થઈ જતા તેઓ લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. જોકે, ગતરોજ કોઈ બાબતે આ યુવક સાથે માથાફૂટ થયા બાદ આ મહિલાએ પોતાના ઘરની છત સાથે સાડી વડે ગળે ફાસો ખાઈને આપઘા કરી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here