સુરતમાં મોટરસાયકલ લઈને આવેલા યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ

સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદૃી જાણે કે લોકો માટે આત્મહત્યા કરવાનું સ્થળ બની ગઈ હોય તેવો હાલ થયો છે. અહીંયાથી અવારનવાર લોકો તાપીમાં કૂદીને આપઘાત કરી લેતા હોય છે ત્યારે આજે વધુ એક ઘટના બની છે. તાપી નદીમાં આવેલા કાપોદ્રા બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી છે. ઘટનાને નજરે જોનારા લોકો યુવકને પકડીને બચાવે તે પહેલાં તે કૂદી ગયો હતો. એક યુવકે તાપીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ટીમ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે બનાવ વાળા બ્રિજ નીચે જઈને બોટની મદદથી યુવકની શોધખોળ શરૂ કરી હતી.

ફાયરને કોલ મળ્યા બાદ જાણવા મળ્યુ હતું કે મારનાર યુવકનું નામ ગુલાબ મધુભાઈ પાટીલ હતું અને તે માનસિક રીતે બિમારીથી પીડાતો હતો.આ યુવક ઘરેથી જાણ કર્યા વગર નીકળી ગયો હતો કે કેમ તે અંગે પણ કોઈ માહિતી મળી શકી નહોતી. સુરત શહેરમાં અવારનાવર આત્મહત્યાની ઘટના ઘટે છે જેમાં તાપીમાં મોતની છલાંગ લગાવી લોકો જિંદગી ટૂંકાવી નાખે છે ત્યાર ત્યારે તાપીના તમામ બ્રિજ પર કોર્પોરેશન દ્વારા હજુ મોટી ફ્રેન્સિગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે, નજરે જોનારા લોકોએ કહૃાું હતું કે આ યુવક હેલ્મેટ પહેરી અને બાઇક પર આવ્યો હતો અને બાઇક રોકીને બ્રિજની પાળી પાસે ગયો, રાહદૃારોઓ કઈ સમજે તે પહેલાં જ કૂદૃી ગયો હતો.

હાલની ફેન્સિંગ પરથી ચડીને કુદી જવામાં આત્મહત્યા કરવા માંગતા તત્વોને સફળતા મળતા હવે આ કામ કરવું અનિવાર્ય બન્યું છે. જોકે, આ ઘટનામાં યુવક જીવિત નીકળે તેવી સંભાવના ખૂબ ઓછી ત્યારે તાપીમાં લાશ્કરોને શોધખળો કરવા છતાં પણ હજુ સીધી યુવકની ભાળ મળી નથી. દરમિયાન ફાયર બ્રિગેડના કોલને પગલે યુવક મળી જાય તો સારવાર આપવા માટે એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી હતી પરંતુ તેની ભાળ મળી શકી નહોતી. જોકે, જવાનોએ લાઇફ ગાર્ડ પહેરીને જે જગ્યાએ કૂદકો માર્યો તેની આસપાસ ઘણી શોધળોળ ચલાવી છે.