સુરતમાં જનતા લોકડાઉનની માંગ સાથે ઠેર-ઠેર લાગ્યા બેનર

સુરતમાં જનતા લોકડાઉન
સુરતમાં જનતા લોકડાઉન

સુરત લૉકડાઉન હેલ્પ ગ્રુપના યુવા સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારોમાં બેનર લગાવીને લોકોને જાગૃત કરી રહૃાાં છે

Subscribe Saurashtra Kranti here

રાજ્યની ઔદ્યોગિક નગરી સુરતમાં કોરોનાના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણને જોતા વહીવટી તંત્રએ ભલે લૉકડાઉનની જાહેરાત ના કરી હોય, પરંતુ હાલની સ્થિતિમાં સેલ્ફ લૉકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિને જોતા શહેરના વિવિધ ક્ષેત્રના યુવાઓ લોકોને જાગૃત કરવા માટે આગળ આવ્યા છે. સૂરત લૉકડાઉન હેલ્પ ગ્રુપના યુવા સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારોમાં બેનર લગાવીને લોકોને જાગૃત કરી રહૃાાં છે કે, કામ વિના ઘરેથી બહાર ના નીકળો. આનાથી તમે કોરોનાથી બચશો.

કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે સુરત વહીવટી તંત્ર દ્વારા કડક પગલા લેવાઈ રહૃાાં છે, જેના કારણે લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આવી સ્થિતિમાં શહેરના યુવા વર્ગે સૂરત લૉકડાઉન હેલ્પ ગ્રુપના માધ્યમથી લોકોને કોરોના અને વહીવટી તંત્રની સખ્તી પ્રત્યે જાગૃત કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગ તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં જાગૃતતા સંદેશ સાથેના બેનર લગાવી રહૃાાં છે.

Read About Weather here

આ અંગે ગ્રુપના સભ્ય મોહિત છાબરાએ જણાવ્યું કે, કોરોનાથી બચવા માટે સુરત લૉકડાઉન હેલ્પ ગ્રુપ દ્વારા શહેરના સિટીલાઈટ, અલથાણ અને વેસૂ સહિતના વિવિધ વિસ્તારોમાં જનતા લૉકડાઉનના બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં “I Support Janta Lockdown” સહિત અન્ય સુત્રો ટાંકવામાં આવ્યા છે. જે લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવાની જાણકારી આપી રહૃાાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here