અંબાજીમાં 13 એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીને લઈને લેવાણો મોટો નિર્ણય…!

ચૈત્રી નવરાત્રી-અંબાજી
ચૈત્રી નવરાત્રી-અંબાજી

અંબાજીમાં ૧૩ એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, કોરોનાના કારણે અખંડ ધૂનનો કાર્યક્રમ મોકૂફ

Subscribe Saurashtra Kranti here

આગામી ૧૩ એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહૃાો છે. આમ તો, વર્ષ દરમિયાન ૪ નવરાત્રી આવતી હોય છે. તેમાં આસો માસની અને ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ઘટસ્થાપન કરાતું હોય છે. એટલું જ નહીં, ચૈત્રી નવરાત્રીમાં માઁ અંબાના ચાચરચોકમાં માતાજીના નામની અખંડ ધૂન નવે નવ રાત-દિવસ ઉભા પગે અંબેની અખંડ ધૂન કરવામાં આવતી હોય છે.

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન થતી અખંડ ધૂન ભારત દેશની આઝાદી પૂર્વે ૧૯૪૧માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તિઓના નિવારણ અર્થે શરૂ કરવામાં આવી હતી. જેમાં, મહેસાણા જિલ્લામાં ૧૫૦ ઉપરાંત સિનિયર સિટીઝન દ્વારા આ અખંડ ધૂન યોજવામાં આવતી હોય છે. જે અખંડ ધૂન આ વખતે કોરોના મહામારીને લઈને મુલતવી રાખવામાં આવી છે.

અખંડ ધૂન મંડળના પ્રતિનિધિઓની ટીમે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટી વિભાગને અખંડ ધૂન મોકૂફ રાખવા માટે પત્ર અર્પણ કર્યું હતું. જોકે, આ અખંડ ધૂન માટે મંદિર ટ્રસ્ટે પરવાનગી આપી હોવા છતાં ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહૃાું છે તે જોતા વધુ સંક્રમણ ન ફેલાય તે માટે આ વખતે અખંડ ધૂનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે સરકારની ગાઇડલાઇન પ્રમાણે ખુલ્લું રાખવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી નિજ મંદિરમાં મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના મંદિરમાં ચૈત્રી ઘટસ્થાપન કરી જવેરા પણ વાવવામાં આવશે. જેની આરતી પણ નિયમીત પણે કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓને સરકારની ગાઇડલાઇન પ્રમાણે સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે દર્શને આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

Read About Weather here

હાલના તબક્કે, રાજ્યમાં વધતા કોરોના પોઝિટિવ કેસોને લઈને કેટલાક મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. તેમાં અંબાજી મંદિર પણ બંધ રહૃાા હોવાની અફવા એ જોર પકડ્યું હતું. પરંતુ, અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ જ છે. માત્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે દર્શનનો લાભ અપાઈ રહૃાો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here