સુરત:પીપી સવાણી ગ્રુપ દ્વારા‘માવતર’ના નામે યોજાયેલા લગ્નોત્સવમાં 75 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડયાં

સુરત:પીપી સવાણી ગ્રુપ દ્વારા‘માવતર’ના નામે યોજાયેલા લગ્નોત્સવમાં 75 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડયાં
સુરત:પીપી સવાણી ગ્રુપ દ્વારા‘માવતર’ના નામે યોજાયેલા લગ્નોત્સવમાં 75 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડયાં
સુરતમા પીપી સવાણી ગ્રુપ દ્વારા ‘માવતર’ના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સાંસદ સી.આર.પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા, મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ જણાવ્યુ હતુ કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે.

Read National News : Click Here

પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે. એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ.એસ.બિટ્ટાએ જણાવ્યું હતું કે, જે બાળકનો કોઈ સહારો ન હોય એ બાળક, એ પરિવારનો સહારો બનીને સવાણી પરિવાર ઉભું રહ્યું છે. દીકરીને વિદાય આપીને આ પરિવાર અટકી નથી જતું પરંતુ એ પછીની તમામ જવાબદારી પણ નિભાવે છે.ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ સાથે આ સમૂહલગ્નમાં ભારતના પાડોશી દેશ નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી. ક્ષત્રિય રિચા અને રોકાઈ પિર્થુપ નામના યુગલે પીપી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેએ ખુશી વ્યકત કરી હતી.

કન્યા વિદાયે સૌની આંખો ભીંજાઈ

આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here