સુરતની શાળાઓને કોરોનાનો અજગર ભરડો

દક્ષિણ ભારતની શાળાઓમાં હાહાકાર મચાવતો કોરોના
દક્ષિણ ભારતની શાળાઓમાં હાહાકાર મચાવતો કોરોના

વધુ 7 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષક સંક્રમિત: વડોદરામાં પણ પરિસ્થિતિ ગંભીર, 1 શાળા બંધ કરાઈ

છેલ્લા થેડા દિવસોથી સુરત અને વડોદરાની શાળાઓમાં કોરોના સંક્રમણ એક ધારું વધી રહ્યું છે અને પરિસ્થિતિ દિવસેને દિવસે બેકાબુ બની રહી છે. આજે વધુ 7 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષકને કોરોનાનો ચેપ લાગુ પડ્યો હોવનું નોંધાયું છે. વડોદરામાં પણ શાળાઓમાં કોરોના મહામારી અજગર ભરડો લઇ રહી છે. જેના કારણે 1 શાળા બંધ કરવી પડેલ છે.

સુરતમાં તમામ શાળા કોલેજોમાં ટેસ્ટીંગ ચાલુ કરવામાં આવ્યું છે. જેના કારણે રોજે રોજ નવા નવા કેસો બહાર આવી રહ્યા છે. આજે મહાનગરની ડી.આર.બી.કોલેજ, એક્સપીરીમેન્ટલ સ્કૂલ તથા સદ્દગુરુ વિદ્યાભવનમાં 7 વિદ્યાર્થીઓને અને 1 શિક્ષક કોરોના સંક્રમિત જણાય હતા. સુરતની ટેક્સ્ટાઈલ્ય માર્કેટમાં પણ કોરોનાએ ઉપાડો લીધો છે. 22 જેટલા નવા કેસ સામે આવ્યા છે. જેના પગલે આરોગ્ય ટુકડીઓ દોડી ગઈ છે. આ 22 પૈકીના 15 તો દુકાન માલિકો છે. એ તમામ દુકાનો બંધ કરી દેવા આવી છે.

સુરતમાં અમેરિકાથી આવેલા 1 વિદ્યાર્થીને પણ કોરોના લાગુ થયાનું નોધાયું છે. વડોદરાના શુભાનપુરાની 1 શાળા બંધ કરી દેવામાં આવી છે.