સુરતની એક પીઝા શોપના પીઝામાંથી વંદો નીકળ્યો

સુરતની એક પીઝા શોપના પીઝામાંથી વંદો નીકળ્યો
સુરતની એક પીઝા શોપના પીઝામાંથી વંદો નીકળ્યો
સુરતમાં બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં ભોજન કરતા પહેલા ચેતજો. જેમાં ડબલ રૂપિયા વસૂલતા રેસ્ટરન્ટમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે. કામરેજના એક પીઝા શોપમાં પીઝામાંથી વંદો નીકળ્યો છે. પીઝા વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટરન્ટ કર્મચારીઓનો ઉધડો લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ રેસ્ટોરન્ટમાં હલકી કક્ષા અને ગુણવત્તા વગરની વાનગીઓ પીરસવામાં આવે છે. સાફસફાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી. તેમજ પીઝામાં વાંદો હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ આવા બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં બની ચુક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં આવી જ એક ઘટના અમદાવાદના જોધપુરના પીત્ઝા સેન્ટરમાં પીત્ઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પીઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. આ અગાઉ પણ બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પીઝામાંથી જીવાત નીકળી હતી. જે બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લા પિનોઝ પીઝા સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.

Read National News : Click Here

અને જામનગરના પંચવટી રોડ પાસેના આવેલા U.S.પિઝા સ્ટોરમાં એક ગ્રાહકે પીત્ઝાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે ગ્રાહકે પીઝાનું બોક્સ ખોલી પીઝા ખાવાની શરૂઆત કરી ત્યારે પીઝામાં વંદો જોવા મળ્યો હતો. જે બાદ ગ્રાહકે આનો વીડિયો ઉતારી લીધો હતો અને સમગ્ર મામલે પીઝા સ્ટોરના સંચાલકને જાણ કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્ટિવ થઈ ગયું હતું. જે બાદ ફૂડ વિભાગે જામનગરના પંચવટી રોડ પાસેના U.S.પિઝા સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here