સરસપુરમાં શાળામાંથી દારૂની બોટલ સહિત ૪૬૭૦૦નો મુદ્દામાલ જપ્ત

ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવી નવી ટેક્નિક અપનાવતા હોય છે અને છેલ્લા થોડા સમયમાં અનેક વાર પોલીસે કરોડોનો દારૂ નો જથ્થો કબ્જે કર્યો છે. કોઈ દવાની આડમાં તો કોઈ ભંગારની આડમાં તો કોઈ અનાજની આડમાં દારૂ લઈને આવતા પકડાઈ ગયા છે પરંતુ અમદાવાદમાં બુટલેગરોની ફરી નવી ટેકનિક સામે આવી છે.

કોરોનાના આ સમયમાં સરકારી સ્કૂલ હાલ બંધ છે અને તેનો ફાયદૃો મેળવી બુટલેગરો હવે સ્કૂલને પણ છોડી નથી. ગોડાઉન તરીકે સ્કૂલનો પણ ઉપયોગ કરી રહૃાાં હોય તેવું લાગી રહૃાું છે. અમદૃાવાદૃના શહેરકોટડા વિસ્તારમાં સ્કૂલમાંથી દૃારૂનો જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સ્કૂલો બંધ હોવાનો ફાયદો લેવા બુટલેગરો દારૂ મૂકી ગયા હોય એવું લાગી રહૃાું છે.

સરસપુરમાં આવેલ ગુજરાતી અને ઉર્દૃૂ શાળામાંથી દારૂની બોટલ મળી આવી છે. બંધ શાળાના બાથરૂમમાંથી ૧૭૮ ક્વોટર અને ૪૦ નંગ દારૂની બોટલ મળી આવી કુલ ૪૬,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કહૃાું હતું કે સ્કૂલમાંથી ફોન આવ્યો હતો અને દારૂ છે એવી માહિતી આપવામાં આવી હતી. પોલીસનું કેહેવું છે કે આ દારૂ જૂનો હોય અને એવી જગ્યા હતી કે કોઈ જતું ન હતું જેથી કોઈએ સંતાડીને રાખી ગયા હોય તેવું લાગી રહૃાું છે. પરંતુ સવાલ એ છે કે આ દારૂ કોનો છે અને કોણ મૂકી ગયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.