સતત 5 વર્ષ કામ કરેલ હશે તો ગ્રેચ્‍યુટી મળશે:આ નિયમ સરકારી અને પ્રાઈવેટ દરેક કર્મચારીઓને લાગુ

સતત 5 વર્ષ કામ કરેલ હશે તો ગ્રેચ્‍યુટી મળશે:આ નિયમ સરકારી અને પ્રાઈવેટ દરેક કર્મચારીઓને લાગુ
સતત 5 વર્ષ કામ કરેલ હશે તો ગ્રેચ્‍યુટી મળશે:આ નિયમ સરકારી અને પ્રાઈવેટ દરેક કર્મચારીઓને લાગુ
નોકરી કરનારને કંપની અથવા તો તમને નિમણુક આપનાર તરફથી ગ્રેચ્‍યુટી મળતી હોય છે. આ વાત તો દરેકને ખબર હશે. પરંતુ આ પૈસા ક્‍યારે ક્‍યારે કામ આવી શકે છે, તેના વિશે કદાચ કોઈની પાસે જાણકારી નહી હોય.

Visit Saurashtra Kranti Homepage here

પોતાની સારવાર માટે ગ્રેચ્‍યુટીના પૈસાનો ઉપયોગ કરી શકો છો કંપનીમાં ૫ વર્ષ પુરા કર્યા પછી તમારી સારવાર માટે ગ્રેચ્‍યુટીનો ક્‍લેમ કરવા માટે હકદાર ગણાવો છો કે નહી.ગ્રેચ્‍યુટી એક્‍ટ ૧૯૭૨ પ્રમાણે જો કોઈ વ્‍યક્‍તિ કોઈ પણ કંપનીમાં જોડાયા બાદ સતત પાંચ વર્ષ સુધી કામ કરે છે તો તેને ગ્રેચ્‍યુટી મેળવવાનો હક મળે છે. તેનો મતલબ એવો થયો કે નોકરીમાં ૫ વર્ષ પુરા કરેલા હોય તો ગ્રેચ્‍યુટી જરુર મળે છે.  આ નિયમ સરકારી અને પ્રાઈવેટ દરેક પ્રકારના કર્મચારીઓને લાગુ પડે છે.કોઈપણ કર્મચારીને ગ્રેચ્‍યુટીના ૫ વર્ષ પુરા કર્યા બાદ રિટાયરમેન્‍ટ પર મળે છે. જો તે નોકરી છોડીને બીજી જગ્‍યા પર જોડાય છે તો પણ તેને ગ્રેચ્‍યુટીના પૈસા ચુકવવા પડે છે. આ સિવાય જો કર્મચારીનું મોત થઈ જાય તો કંપની અથવા નોકરીદાતા તરફથી તેને પાંચ વર્ષ પહેલા અથવા તો રિટાયરમેન્‍ટથી પહેલા ગ્રેચ્‍યુટીના પૈસા ચુકવી દેવામાં આવે છે.

Read Saurashtra Kranti E-Paper here

ગ્રેચ્‍યુટી મેળવવા માટે નિયમ ૧૯૭૨ માં સ્‍પષ્ટ રીતે લખ્‍યું છે કે કર્મચારીની જરુરીયાત પ્રમાણે તેને ચુકવણી કરી શકાય નહી. પરંતુ જો વ્‍યક્‍તિને કોઈ જાનલેવા બીમારી થાય તો ગ્રેચ્‍યુટીના પૈસા ચુકવી શકાય છે. તેમજ કોઈ દુર્ઘટનામાં તે દિવ્‍યાંગ થઈ જાય અથવા તો એવી હાલત થાય કે તેમા તેમના જીવને જોખમ છે, તો  આવા કિસ્‍સામાં ગ્રેચ્‍યુટીની રકમ ચુકવી શકાય છે. એટલે તેનો મતલબ એવો થયો કે તમને સારવાર માટે ગ્રેચ્‍યુટીની રકમ મળી શકે છે. પરંતુ એ માત્ર એવી કંડીશનમાં ગ્રેચ્‍યુટીની રકમ લઈ શકો છો કે જેમા તમારા જીવ ને જોખમ રહેલું હોય. અને તેમા તમે ૫ વર્ષ પુરા નહી કર્યા હોય તો પણ તમે પૈસા લઈ શકો છો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here