શું ગુરૂવારથી સીલ મારેલી ખાનગી શાળાઓ ખુલશે કે કેમ ?

શું ગુરૂવારથી સીલ મારેલી ખાનગી શાળાઓ ખુલશે કે કેમ ?
શું ગુરૂવારથી સીલ મારેલી ખાનગી શાળાઓ ખુલશે કે કેમ ?

BU સર્ટી.ની પ્રક્રિયા લેન્ધી હોય રાજયભરના શાળા સંચાલકો ચિંતિંત થયા છે.રાજકોટ સહિત રાજયભરની 1000 શાળાઓના ફાયર સેફટી અને બીયુસી સર્ટીફીકેટના મામલે સીલ : પ્રિ-સ્કુલોમાં પણ નિયમ મુજબની વ્યવસ્થા જરૂરી-મ્યુનિ. કમિશ્નર

શું ગુરૂવારથી સીલ મારેલી ખાનગી શાળાઓ ખુલશે કે કેમ ? શાળા

રાજયભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓના નવા શૈક્ષણિક સત્રનો આગામી તા. 13ને ગુરૂવારથી પ્રારંભ થઇ રહ્યો છે. આ સંજોગોમાં બીયુસી સર્ટી. અને ફાયર એનઓસીના મામલે રાજકોટ સહિત રાજયભરની 1000 જેટલી ખાનગી શાળાઓને સીલ મારવામાં આવેલ છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ શકશે કે કેમ તે મામલે શૈક્ષણિક સંસ્થાના સંચાલકો અવઢવમાં મુકાઇ ગયા છે. જોકે આ અંગે તંત્ર દ્વારા રાજય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવેલ છે. આ દરમ્યાન પ્રિ-સ્કુલોમાં પણ નિયમ મુજબની વ્યવસ્થા હોવી જરૂરી છે તેમ કમિશ્નર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું.

શું ગુરૂવારથી સીલ મારેલી ખાનગી શાળાઓ ખુલશે કે કેમ ? શાળા

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ર7 જેટલી વ્યકિતઓના મોત થતા ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચી જવા પામેલ હતો. આ અગ્નિકાંડ બાદ રાજકોટ સહિત રાજયભરમાં મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટના મામલે ખાસ અભિયાન છેડવામાં આવેલ છે. જેમાં શાળા-કોલેજો, કોમ્પ્લેક્ષોને ધડાધડ સીલ મારવામાં આવી રહ્યા છે.

રાજકોટની 100 તેમજ રાજયભરની 1000 જેટલી શાળાઓને આ સીલ મારવામાં આવેલ હોય, શાળા સંચાલકો ભારે ચિંતિત બનેલ છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રથી આ શાળાઓ શરૂ થઇ શકશે કે કેમ તેના પર હાલ પ્રશ્ર્નાર્થ મુકાઇ ગયો છે. જોકે આ મામલે રાજય સરકારને રજુઆતો કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here