શિક્ષકો સ્મશાનગૃહ બાદ બેસશે હોસ્પિટલ ડેસ્ક પર!

શિક્ષકો
શિક્ષકો

અમદાવાદમાં શિક્ષકોને કોવિડ ડ્યૂટી સોંપવામાં આવી છે

શિક્ષકો વસતિ ગણતરી સહિતની અસંખ્ય શૈક્ષણિક સિવાયની કામગીરી કરી ચૂક્યા છે, ત્યારે તેમના માથે વધુ એક જવાબદારી નાખવામાં આવી છે. સુરતમાં સ્મશાનોમાં જ મૃતદેહ ગણવાની અને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં જઈને સર્વેલન્સ કરવાની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ હોબાળો થતાં આ નિર્ણયને પાછો ખેંચવો પડ્યો હતો. હવે આ સિલસિલામાં અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ કથળી રહી છે.

Subscribe Saurashtra Kranti here

અમદાવાદમાં શીક્ષકોને કોવિડ ડ્યૂટી સોંપવામાં આવી છે. અમદાવાદમાં ૫૦૦ શિક્ષકોને ખાનગી હોસ્પિટલમાં જવાબદારી સોંપવામાં આવી છે. AMC નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે અમદાવાદમાં ૫૦૦ શિક્ષકો ખાનગી હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્કમાં બેસશે. એટલું જ નહીં, રસીકરણ કેન્દ્રો ઉપર પણ કામગીરી સોંપાઈ છે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની કોરોનામાં હાલત ખુબ ખરાબ થઈ રહી છે, જેના કારણે હાલના ફાજલ પડેલા સમયમાં શીક્ષકોને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાનો નિણર્ય કર્યો છે. સુરત બાદ અમદાવાદમાં પણ ૫૦૦ શીક્ષકોને કોરોના સમયમાં ડ્યૂટી સોંપાઈ છે. તમને જણાવી દઈએ કે AMC સ્કૂલ બોર્ડના શીક્ષકોને આ જવાબદારી સોંપાઈ છે. જેથી હવે પછી ૫૦૦ શિક્ષકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કામ સોંપાયું છે. શીક્ષકોએ અહીં દર્દીઓને દાખલ થવા માટે કયા જવું તેના માટે હેલ્પ ડેસ્કની કામગીરી જોવાની રહેશે.

પ્રાઇવેટ હોસ્પિટલોમાં શીક્ષકો હેલ્પ ડેસ્કમાં બેસશે, એટલું જ નહીં, શહેરના વેકસીનેશન સેન્ટર ઉપર પણ વ્યવસ્થા જાળવવાનું કામ પણ શિક્ષકોને સોપાયું છે. હાલ કોરોના સમયમાં સ્ટાફની ખુબ જ મોટી અછત વર્તાઈ રહી છે, જેના કારણે આ જવાબદારી સોંપાઈ છે.

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી હતી. શીક્ષકોને અત્યાર સુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો એ પણ સોંપવામાં આવી હતી. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શીક્ષકોને અપાતાં કચવાટની લાગણી જોવા મળી રહી હતી. ૮-૮ કલાકની ત્રણ શિટમાં SMC(સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન)ના કર્મચારીઓ સાથે શીક્ષકોએ પણ ફરજ બજાવવાનો નિર્ણય કરાયો હતો. સ્મશાનગૃહમાં આવેલા મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે શિક્ષકોને જવાબદારી આપી દેવામાં આવી હતી. પરંતુ પાછળથી મોટો હોબાળો થતાં આ નિર્ણય પાછો ખેંચાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here