કોરોનાની ચેઇનને તોડવા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી

રાજસ્થાન લોકડાઉન
રાજસ્થાન લોકડાઉન

જો આવી સ્થિતિ રહેશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. બેકાબૂ કોરોના ની ચેઇને તોડવા માટે ફરજિયાત લોકડાઉન જરૂરી છે

Subscribe Saurashtra Kranti here

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહૃાો છે. હાલ રાજ્યમાં ૮૦૦૦ કરતા વધારે પોઝિટિવ કેસો સામે આવી રહૃાા છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ગામડાઓમાં અને શહેરોમાં વેપારી એસોસિયેશન દ્વારા બંધની જાહેરાતો પણ કરવામાં આવી છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રાજ્યની હોસ્પિટલો પણ હવે દર્દીઓથી ઊભરાઈ રહી છે. ત્યારે સુરતના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ દ્વારા એક સપ્તાહના લોકડાઉનની માગણી કરવામાં આવી છે તેમને કહૃાું છે કે, કોરોનાના સંક્રમણની ચેઇનને તોડવા માટે એક સપ્તાહનું લોકડાઉન જરૂરી છે.

રિપોર્ટ અનુસાર સુરતના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ હિરલ શાહ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાજ્યમાં વણસેલી સ્થિતિને જોતાં એક સપ્તાહનું લોકડાઉન જરૂરી છે. સુરતમાં હાલ કોઈ પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી. જો આવી સ્થિતિ રહેશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. બેકાબૂ કોરોના ની ચેઇને તોડવા માટે ફરજિયાત લોકડાઉન જરૂરી છે.
મહત્ત્વની વાત એ છે કે, થોડા દિવસો પહેલા રાજકોટ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ દ્વારા પણ લોકડાઉનની માગણી કરવામાં આવી હતી. તો એ પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બેથી પાંચ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

તો બીજી તરફ સુરતના હીરાઉદ્યોગકાર એવા સવજી ધોળકીયાએ પણ લોકડાઉનની માગણી કરી હતી. ત્યારે હવે લોકો સામે ચાલીને સરકાર પાસે લોકડાઉનની માગણી કરી રહૃાા છે પરંતુ આર્થિક વ્યવસ્થા લોકડાઉનના કારણે તૂટતી હોવાથી રાજ્ય સરકાર માત્ર પ્રતિબંધ લાગુ કરી રહી છે. સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવતી નથી.

Read About Weather here

હાલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાઓમાં સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહૃાો છે. રાજકોટ નજીક આવેલા ગૌરીદળ ગામ લોકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો લોકડાઉનના નિયમનો ભંગ કરીને દૃુકાન ખોલશે તો દૃુકાનદૃારની પાસેથી એક હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here