વિરાટ કોહલીએ BCCIના ટોચના અધિકારીઓને નારાજ કર્યા : વિરાટ સહિત તમામ ખેલાડીઓને ચેતવણી

વિરાટ કોહલીએ BCCIના ટોચના અધિકારીઓને નારાજ કર્યા : વિરાટ સહિત તમામ ખેલાડીઓને ચેતવણી
વિરાટ કોહલીએ BCCIના ટોચના અધિકારીઓને નારાજ કર્યા : વિરાટ સહિત તમામ ખેલાડીઓને ચેતવણી
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું કદ ક્રિકેટની દુનિયામાં ચોક્કસપણે ઘણું મોટું છે, પરંતું વિરાટ કોહલી ઘણી વખત ક્રિકેટ સિવાય તેના વર્તન અને તેના જોલી સ્વભાવ માટે ચર્ચામાં રહે છે. કોઈ ઝઘડો હોય કે સોશિયલ મીડિયા વિવાદ વિરાટનું નામ હંમેશા આવે છે. આવો જ એક વિવાદ ફરી એકવાર વિરાટ કોહલીના નામ સાથે જોડાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઈકાલે તેણે સોશિયલ મીડિયા પર તેના ફોટાની સાથે યો-યો ટેસ્ટના સ્કોરનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટાથી BCCIના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ નારાજ થયું હતું. વિરાટ કોહલી દ્વારા ગઈકાલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલા યો-યો ટેસ્ટના સ્કોર્સે BCCIના ટોચના અધિકારીઓને નારાજ કર્યા છે. અહેવાલો અનુસાર વિરાટ કોહલીએ આ ગુપ્ત માહિતી શેર કર્યાના એક કલાકની અંદર ભારતીય ટીમ મેનેજમેન્ટે તમામ ભારતીય ક્રિકેટરો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી દીધી હતી. જો કે આ મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું. વિરાટની આ ઈન્સ્ટા સ્ટોરી થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. સુત્રોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCIના ટોચના મેનેજમેન્ટે ક્રિકેટરોને યો-યો ટેસ્ટ જેવી ગુપ્ત માહિતી શેર ન કરવાની કડક સૂચના આપી હતી. BCCI આવી માહિતી જાહેરમાં શેર કરવા પર કાર્યવાહી કરી શકે છે. વિરાટે યો-યો ટેસ્ટનો સ્કોર શેર કરતાની સાથે જ BCCI એક્શનમાં આવી ગયું હતું અને ક્રિકેટરોને આવી ગુપ્ત માહિતી શેર કરવાથી બચવા કહ્યું અને ઠપકો આપ્યો કે આમ કરવાથી તમે તમારા કરારના ભંગના દોષી પણ બની શકો છો.

અહેવાલમાં BCCIના એક અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ક્રિકેટરોને મૌખિક રીતે કહેવામાં આવ્યું છે કે તેઓએ આવી ગોપનીય બાબતોની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવી જોઈએ નહીં. તે તાલીમના ફોટો શેર કરી શકે છે પરંતુ સ્કોર્સ શેર કરવા એ કરારનો ભંગ હોઈ શકે છે. ભારતીય ટીમ એશિયા કપ 2023માં 2જી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા તમામ ખેલાડીઓ બેંગલુરુ ખાતે 6 દિવસીય કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે.

Read About Weather here

કેમ્પના પહેલા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો યો-યો ટેસ્ટ થયો હતો જેમાં ત્રણેય ખેલાડીઓએ સફળતાપૂર્વક પાસ કર્યો હતો, પરંતુ યો-યો ટેસ્ટની માહિતી શેર કર્યા બાદ વિરાટ કોહલી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. એશિયા કપની તૈયારી માટે ભારતીય ટીમનો કેમ્પ બેંગલુરુમાં ચાલી રહ્યો છે. વિરાટ કોહલી પણ આ કેમ્પનો એક ભાગ છે. ભારતીય બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેમ્પના પહેલા દિવસનો એક ફોટો શેર કર્યો હતો, જે BCCIને પસંદ ન આવતા તમામ ક્રિકેટરોને કડક સૂચના આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here