વિદ્યાર્થીકાળમાં સંસ્કારયુક્ત શિક્ષણ મેળવીને ભારતને મહાસત્તા બનાવી શકાશે : વિજયભાઈ રૂપાણી

વિદ્યાર્થીકાળમાં સંસ્કારયુક્ત શિક્ષણ મેળવીને ભારતને મહાસત્તા બનાવી શકાશે : વિજયભાઈ રૂપાણી
વિદ્યાર્થીકાળમાં સંસ્કારયુક્ત શિક્ષણ મેળવીને ભારતને મહાસત્તા બનાવી શકાશે : વિજયભાઈ રૂપાણી
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર સંકુલમાં આવેલા શશીકાંત જી. બદાણી-દયાબેન જી. શેઠ ગુજરાતી-અંગ્રેજી માધ્યમના સરસ્વતી શિશુમંદિર મારૂતિનગર ખાતે 15 ઓગષ્ટના રોજ 77માં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રવીણકાકા મણીઆર કેમ્પસ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ સરસ્વતી શિશુમંદિરના પૂર્વ વાલી વિજયભાઈ રૂપાણી દ્વારા ધ્વજવંદન કરીને દેશ માટે જીવવાની રાષ્ટ્રભાવના આપણા દિલમાં કાયમ માટે રહે તે માટેનો સંકલ્પ લેવાની તથા ભારત મહાસત્તા બને તે માટે ભવિષ્યની પેઢી સ્વથી સમસ્ત સુધીની તૈયારી કરીને સંસ્કારયુક્ત શિક્ષણ મેળવી ભારતના વિકાસમાં ભાગીદારી નોંધાવે તે વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસ્વતી શિશુમંદિરના ટ્રસ્ટી અનિલભાઈ કિંગર, વ્યવસ્થાપક સમિતિના સભ્ય રક્ષિતભાઈ પટેલ, પૂર્વ વિદ્યાર્થી ડો. આત્મનભાઈ કથીરિયા, વાલી ડો. પ્રિયંકાબેન ભટ્ટ અને આનંદભાઈ બાંક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

સરસ્વતી શિશુમંદિરના મારૂતિનગર ઉપરાંત રણછોડનગર અને નવા થોરાળામાં આવેલા સંકુલોમાં પણ સમાજના શ્રેષ્ઠીઓ ઉપરાંત શાળાના વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રણછોડનગરમાં આવેલા સરસ્વતી શિશુમંદિરના ટ્રસ્ટી ખંતીલભાઈ મહેતા, વોર્ડ નં.5ના ભાજપ પ્રમુખ પરેશભાઈ લીંબાસીયા, પૂર્વ વિદ્યાર્થી પ્રિયાબેન હરસોડા, હાર્દિકભાઈ પનારા, ડો.શ્રુષ્ટિબેન રૈયાણી, મિલન લીંબાસીયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો નવા થોરાળામાં આવેલા સરસ્વતી શિશુમંદિરના મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, મંત્રી રમેશભાઈ ઠાકર, ટ્રસ્ટી સમીરભાઈ પંડિત, વ્યવસ્થાપક સમિતિના સભ્ય ગોવિંદભાઈ પટેલ, અતિથિવિશેષ ડો.વલ્લભભાઈ કથીરિયા, વાલી પ્રકાશભાઈ ચાવડા, પૂર્વ વિદ્યાર્થી રિદ્ધિબેન મકવાણા, તૃષાબેન ભોજાણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here