વાહનોની ઝડપે રોડ અકસ્માતની સંખ્યામાં 95% ઓવરસ્પિડ કારણભૂત:રોજના 43 લોકોના મોત

વાહનોની ઝડપે રોડ અકસ્માતની સંખ્યામાં 95% ઓવરસ્પિડ કારણભૂત:રોજના 43 લોકોના મોત
વાહનોની ઝડપે રોડ અકસ્માતની સંખ્યામાં 95% ઓવરસ્પિડ કારણભૂત:રોજના 43 લોકોના મોત
માર્ગ પરિવહન મંત્રાલયે વર્ષ 2022માં થયેલી રોડ અકસ્માતના આંકડા સાથેનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટ થયું છે કે, 71% માર્ગદર્શન અકસ્માતો પાછળ ઓવરસ્પીડ જવાબદાર છે. સાથોસાથ આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારી વિગતો પણ જાહેર કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

વર્ષ 2022માં ભારતીય માર્ગો પર દર 10 માંથી સાત મૃત્યુ ઓવર-સ્પીડિંગને કારણે થયા હતા તેવું માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. 2022માં માર્ગ અકસ્માતમાં કુલ 1,68,491 લોકોના મોત નીપજ્યા છે તેમજ 4.4 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ લોકોમાંથી લગભગ 2 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ હતા.2022માં માર્ગ અકસ્માતમાં કુલ 1,68,491 લોકોના મોત : 4.4 લાખ લોકો ઈજાગ્રસ્તમાર્ગ અકસ્માતમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગએ બીજું સૌથી મોટું કિલર સાબિત થયું છે. લગભગ 67,000 વ્યક્તિઓએ નિર્ધારિત “સુરક્ષા ઉપકરણો” – હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ ન કર્યો હોવાને કારણે તેમના જીવ ગુમાવ્યા છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ વાર્ષિક ડેટા દર્શાવે છે કે 50,000થી વધુ ટુ-વ્હીલર સવારો હેલ્મેટ પહેર્યા ન હોવાને કારણે મૃત્યુ પામ્યા હતા અને તેનાથી બમણી સંખ્યામાં ઘાયલ થયા હતા. એ જ રીતે 16,715 મૃત્યુ સીટ બેલ્ટ ન પહેરવાથી જોડાયેલા હતા અને 42,300 ઘાયલ થયા હતા.અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે, ભારત વૈશ્વિક વાહનોમાં ફકત 2%નો હિસ્સો ધરાવે છે પરંતુ વૈશ્વિક માર્ગ અકસ્માતમાં મોતમાં ભારત 11%નો હિસ્સો ધરાવે છે.છેલ્લા પાંચ વર્ષમાં માર્ગ અકસ્માતો અને મૃત્યુના તુલનાત્મક વિશ્લેષણ દર્શાવે છે કે માર્ગ મૃત્યુના મુખ્ય કારણ તરીકે ઝડપનો હિસ્સો 2018 માં 64% થી વધીને 2022માં 71% થયો છે, જે એક સમયે કડક અમલીકરણની તાત્કાલિક જરૂરિયાત તરફ નિર્દેશ કરે છે.

Read National News : Click Here

રાષ્ટ્રીય ધોરીમાર્ગો (35,488) પર લગભગ 78% મૃત્યુ ઝડપને કારણે થયા હોવાના અંદાજ મુજબ આ સંખ્યાઓ પરથી પણ સ્પષ્ટ થાય છે. એકંદરે હાઈવે, મૃત્યુના 60% માટે જવાબદાર છે, જો કે તેઓ દેશના માર્ગ નેટવર્કમાં માંડ 5% હિસ્સો ધરાવે છે.ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો થયો છે. 1 વર્ષમાં માર્ગ અકસ્માતથી 7,618 લોકોના મૃત્યુ થયાનો આંકડો કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ માર્ગ અકસ્માતથી દરરોજ આશરે 43 લોકોના મૃત્યુ થાય છે. આ સાથે 95% અકસ્માતમાં ઓવરસ્પિડ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે. આ સાથે આ એક વર્ષમાં થયેલ અકસ્માતમાં હેલ્મેટ વિના 1,814 લોકોના મૃત્યુ તો સીટ બેલ્ટ ન પહેરવાના લીધે 891 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં 1 વર્ષમાં 2,209 હિટ એન્ડ રનની ઘટનામાં 1,429 લોકોના   મૃત્યુ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here