વાલિયામાં ટ્રક પલટી ખાઇ જતાં ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ

ભરૂચ જિલ્લાના વાલિયાના કોઢ ગામ નજીક ખાનગી કંપનીના ગેસના પાઇપલાઇન માર્ગની વચ્ચે મૂકવામાં આવતા ટ્રક ચાલકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો.

મહુવા એપીએમસીમાંથી ડુંગળી ભરીને ટ્રક નંબર-જીજે-૧૨-એવાય-૭૭૦૬નો ચાલક જાવેદ ખુરેસી ક્લીનર સુફિયાન સાથે મહુવાથી નિજાંબાદ ખાતે જઈ રહૃાો હતો, તે દરમિયાન આજે વહેલી સવારે કોઢ ગામના વેરાઈ માતાના મંદિર પાસે માર્ગની વચ્ચે ખાનગી કંપની દ્વારા મૂકાઇલી પાઇપ પર ટ્રકનું ટાયર ચઢી જતાં ટ્રક પલટી ખાઇ જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક જાવેદને કુરેશીને ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માતમાં ટ્રકમાં રહેલી ડુંગળીનો જથ્થો વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદૃ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અને માર્ગની વચ્ચે પડેલી પાઇ પોના લીધે અન્ય વાહન ચાલકોને અકસ્માતના નડે તે માટે ટ્રક ચાલકો પાઇપોને માર્ગની માર્ગની બાજુમાં ખસેડી હતી.