વાન ચાલકોને ટેક્સ માફીની માગ સાથે એનએસયુઆઈ ડીઈઓ કચેરીમાં ઘૂસ્યુ, અટકાયત

સ્કૂલ બસને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આથી વાન ચાલકોને ટેક્સ ફ્રી કેમ નહીં તેવો સવાલ ઉઠ્યો છે. આજે રાજકોટ એનએસયુઆઈ દ્વારા વાન ચાલકોને પણ ટેક્સ ફ્રી કરવાની માગ સાથે ડીઈઓ કચેરીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો સાઇકલ પર આવી ડીઈઓ કચેરીમાં ઘૂસી ગયા હતા. ડીઈઓ ચેમ્બરમાં કાર્યકરો સાઈકલ સાથે ઘૂસ્યા હતા. બાદમાં કચેરી પાસે જ એનએસયુઆઈએ રામધૂન બોલાવી હતી. આથી પોલીસ દૃોડી આવી હતી અને કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. સ્કૂલ બસને ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને વાન ચાલકોએ ટેક્સ ભરવાનો રહેશે તેવા નિર્ણયના વિરોધમાં એનએસયુઆઈ સાઇકલ પર બેનર લગાવી રાજકોટ ડીઈઓ કચેરી ખાતે પહોંચ્યું હતું.

એનએસયુઆઈના કાર્યકરોએ ડીઈઓ કચેરીમાં હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. બાદૃમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને ગુલાબ આપી વાન ચાલકોને ટેક્સ ફ્રી કરવા રજુઆત કરી હતી. એનએસયુઆઈના કાર્યકરોના હંગામાથી પોલીસ દોડી આવી હતી અને ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી. પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત સમયે પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. અટકાયત વખતે કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો હતો. પોલીસે કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા છે.

એનએસયુઆઈએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, કોરાનાકાળ વચ્ચે લોકો મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે. તમામ લોકોના પણ ધંધા રોજગાર ઠપ્પ છે તો તેમને કેમ કોઈ પણ જાતનો વેરામાફી કેમ નહી? આજે પેટ્રોલ-ડીઝલના અને રાંધણગેસના ભાવ દિવસેને દિવસે વધી રહૃાા છે તો તેમાં કેમ કોઈ પણ જાતની સરકાર દ્વારા લોકોને વેરામાફી કે સહાય નહીં? શું નજીકના દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એટલે સંચાલકોને રાજી કરવાનો નિર્ણય છે કે શું? માત્ર સ્કૂલ-કોલેજો જ બંધ નહોતી પંરતુ સમ્રગ લોકોના ધંધા-રોજગાર પણ ઠપ્પ હતા છતાં આવો સરકાર દ્રારા નિર્ણય એ રાજ્યના કરોડો વાલીઓને મૂર્ખ બનાવામા આવ્યા છે. શાળા સંચાલકો સરકારના કમાવ દિકરા છે એટલે જ માત્ર તેમને આવી ભેટ આપવામા આવી છે.