વલસાડમાં પોલીસ પર જીવલેણ હુમલો કરી પડકાર ફેંકતી યુપી ગેંગ ઝડપાઇ

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

રાજ્યના છેવાડે આવેલ વલસાડમાં આતંક મચાવતી એક ગેંગને અંતે ડુંગરા પોલીસે ઝબ્બે કરી લીધી છે. કપરાડા પોલીસ પર કાર ચડાવી જીવલેણ હુમલો કરી પોલીસને પડકાર ફેંકતી યુપીની ગેંગ અંતે ઝડપાઇ છે. ત્યારે પોલીસને પણ પતાવવામાં ખચકાટ ન અનુભવતી આ ગેંગના ૫ સાગરીતો પોલીસ પાંજરે પુરાયા છે. વલસાડ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં ગઈ ૨૩ મી ફેબ્રુઆરીના રાત્રે પોલીસની ટીમ પર ગૌ તસ્કરોએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો.

ગૌ તસ્કરોએ ગૌવંશની કતલ કરી ફરાર થઈ રહેલા ગૌતસ્ક્રરોનો પીછો કરતાં પોલીસ પર ગાડી ચડાવી જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે બચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયિંરગ પણ કર્યું હતું. તેમ છતાં તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આમ વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી મોડી રાત્રે ગૌવંશની તસ્કરી કરી અને સમગ્ર જિલ્લાની પોલીસની ઉંઘ ઉડાવી વલસાડ જિલ્લાની પોલીસને હંફાવનાર તસ્કર ટોળકી આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે. વલસાડની ડુંગરા પોલીસે ગઈ ૨૩ મી તારીખે પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરનાર ખૂંખાર ગૌ તસ્કર ટોળકીના ૫ સાગરીતોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓ પાસેથી પોલીસે તિક્ષણ હથિયારો પણ કબજે કર્યા છે. ઝડપાયેલા અને તેમના વિરુદ્ધ પોલીસ પર જીવલેણ હુમલો કરવાના અને ગૌ તસ્કરી ના ગંભીર ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.