વડોદરામાં છેલ્લા દોઢ મહિનાની અંદર ડેન્ગ્યુના 339 કેસનો વધારો થયો

વડોદરામાં છેલ્લા દોઢ મહિનાની અંદર ડેન્ગ્યુના 339 કેસનો વધારો થયો
વડોદરામાં છેલ્લા દોઢ મહિનાની અંદર ડેન્ગ્યુના 339 કેસનો વધારો થયો
ચોમાસાની સિઝન હવે પૂરી થવા આવી છે. હાલ બફારા અને ભેજના માહોલ વચ્ચે મચ્છરોનું બ્રીડિંગ પણ વધ્યું છે, અને તેના કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યુના 339 જેટલા કેસનો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે ચિકનગુનિયાના 52 અને મેલેરિયાના 59 કેસ વધ્યા છે. કોર્પોરેશનમાં નોંધાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 135 અને ચિકનગુનિયાના 26 કેસ નોંધાયા છે. વડોદરામાં ગઈકાલે ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા હતા. આ કેસો નવા યાર્ડ, તરસાલી, મકરપુરા, દિવાળીપુરા, ઊંડેરા, સુભાનપુરા વગેરે વિસ્તારમાં નોંધાયા છે.કોર્પોરેશનની આરોગ્ય સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ દર વખતની સરખામણીએ આ વખતે ડેન્ગ્યુના રિપોર્ટ એક્સ્ટ્રીમ લેવલે નથી ,પરંતુ શરદી, ખાંસી, તાવના વાયરલ કેસો જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં બાંધકામની સાઈટ ચાલે છે ત્યાં ડેન્ગ્યુના મચ્છરોનું બ્રિડિંગ વધુ જોવા મળી રહ્યું છે, એટલે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કોન્ટ્રાક્ટર અને બિલ્ડરે પણ જાગૃતિ રાખવી જરૂરી છે. જે સાઈટ પર મચ્છરના પોરા મળે છે ત્યાં નોટિસ ફટકારવામાં આવે છે.

Read Saurashtra Kranti E-Paper here

કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 422 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ આપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હાલ કામગીરી ધરવામાં આવી રહી છે. જેમાં કુલ 264 ટીમ દ્વારા કુલ 445 વિસ્તારોની મુલાકાત લઈને ઘરો તપાસીને મકાનોમાં ફોગીંગ કરવામાં આવે છે. ગઈકાલે 472 ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા હતા. આ ઉપરાંત સ્કૂલ-હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી આવી રહી છે. મચ્છરોના બ્રીડિંગ મળતા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 208 જેટલી સ્કૂલ-હોસ્ટેલેમાં નોટીસ પાઠવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here