રેલ્વે સ્ટેશને ઉપલબ્ધ થશે જેનેરીક દવા : જનઔષધી કેન્દ્રો ખોલવામાં આવશે

રેલ્વે સ્ટેશને ઉપલબ્ધ થશે જેનેરીક દવા : જનઔષધી કેન્દ્રો ખોલવામાં આવશે
રેલ્વે સ્ટેશને ઉપલબ્ધ થશે જેનેરીક દવા : જનઔષધી કેન્દ્રો ખોલવામાં આવશે
દેશભરનાં રેલવે સ્ટેશનોએ આમ જનતાને સસ્તી અને ગુણવતાભરી જેનરીક દવાઓ મળી રહે તે માટે સરકાર જનઔષધી કેન્દ્ર ખોલી રહી છે. પહેલા તબકકામાં વિભિન્ન રાજયોના 50 રેલવે સ્ટેશનોને પસંદ કરવામાં આવ્યા છે.ત્યારબાદ બધા મુખ્ય રેલવે સ્ટેશનો પર જન ઔષધી કેન્દ્રો ખોલવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેન્દ્રો પર રેલયાત્રી સહિત આમ નાગરીક સસ્તી દવાઓ ખરીદી શકશે.જયારે આથી મોટા પ્રમાણમાં રોજગારીનાં અવસરો પેદા થશે. રેલવે બોર્ડે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધ કેન્દ્ર (પીએમબીજેકે) અંતર્ગત રેલવે સ્ટેશનો પર કેન્દ્ર ખોલવા સંબંધી જાતિ લાગુ કરી દીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનોનાં પરિસરમાં કેન્દ્ર એવા સ્થળો પર ખોલવામાં આવશે જયાં રેલયાત્રી સહિત આમ જનતાની અવરજવર હોય.દેશભરમાં 50 રેલવે સ્ટેશનો પર આવા કેન્દ્ર ખોલવા માટે ખાસ પ્રકારનાં સ્ટોલ બનાવવામાં આવશે.

Read About Weather here

તેની ડીઝાઈન રાષ્ટ્રીય ડીઝાઈન સંસ્થાન (એનઆઈડી) તૈયાર કરશે. ઔષધી કેન્દ્ર ઓનલાઈન ટેન્ડરથી ફાળવવામાં આવશે. જેમાં જેનેરીક દવાઓ વેચવામાં આવશે અને સંગ્રહ થશે. આ પહેલા કેન્દ્ર ચલાવનારે રસાયણ અને ખાતર મંત્રાલય સાથે સમજુતી કરવી પડશે. અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રોની ફાળવણીમાં વ્યકિતગત ઉદ્યોગ સાહસીકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here