રેલવે વિભાગે વન વિભાગની પૂર્વ મંજુરી વિના જ જુનાગઢ-વિસાવદર રેલવે ટ્રેક માટેનાં ટેન્ડર જાહેર પાડી દીધા

રેલવે વિભાગે વન વિભાગની પૂર્વ મંજુરી વિના જ જુનાગઢ-વિસાવદર રેલવે ટ્રેક માટેનાં ટેન્ડર જાહેર પાડી દીધા
રેલવે વિભાગે વન વિભાગની પૂર્વ મંજુરી વિના જ જુનાગઢ-વિસાવદર રેલવે ટ્રેક માટેનાં ટેન્ડર જાહેર પાડી દીધા
એશીયાઈ સિંહોની વસતી ધરાવતાં એકમાત્ર ગીર અભ્યારણમાં ટે્રન હેઠળ સાવજોનાં કપાઈ જવાનાં કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવતા જ રહે છે અને અભ્યારણ્યમાંથી પસાર થતી રેલવે લાઈન સામે પણ વિરોધ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

તેવા સમયે રેલવે વિભાગે વન વિભાગની પૂર્વ મંજુરી વિના જ જુનાગઢ-વિસાવદર રેલવે ટ્રેક માટેનાં ટેન્ડર જાહેર કરી દેતા જબરો-વિવાદ સર્જાવાનાં એંધાણ છે. ભારતીય રેલવેની સબસીડીયરી કંપની રેલ વિકાસ નિગમ દ્વારા જુનાગઢ-વિસાવદર મીટરગેજ રેલલાઈન ક્ધટર્ઝનનાં ટેન્ડર જારી કરાયા છે.આ રેલલાઈન જુનાગઢ, તોરણીયા, બીલખા, વિસાવદર, સુધીની છે. અભ્યારણ્યની 100 મીટરની નજીકથી જ તે પસાર થાય છે. સાવજોની નોંધપાત્ર વસતી ધરાવતા ક્ષેત્રમાંથી તે જોખમી બને શકે તેમ છે. વનવિભાગનાં અધિકારીઓએ એવો દાવો કર્યો કે રેલવે વિભાગે ટેન્ડર જારી કરવા વિશે જાણ કરી નથી કે મંજુરી મેળવી નથી. આ રેલવે પ્રોજેકટ સિંહો માટે મોટુ જોખમ ઉભૂ કરી શકે છે.રાજુલા-પીપાવાવ બ્રોડગેજ રેલવે લાઈન પર આઠ સાવજોનાં મોત માત્ર બે માસનાં ગાળામાં જ થયા છે. જોકે લોકો પાયલોટ દ્વારા 83 સાવજોનાં જીવ બચાવાયા પણ છે.

Read About Weather here

ભાવનગર રેલવે ડીવીઝનનાં સુત્રોએ કહ્યું કે પ્રોજેકટને હજુ મંજુરી મળી નથી જોકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે. સરકારનો જ પ્રોજેકટ હોવાની જરૂરી પરવાનગી મળી જવાના આશાવાદથી ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. વન વિભાગનાં સીનીયર અધિકારીએ કહ્યું કે આ દરખાસ્ત 2020 માં સ્ટેટ બોર્ડ વાઈલ્ડ લાઈફને સોંપાઈ હતી તેને મંજુરી અપાઈ ન હતી. જોકે મીટીંગની મીનીટસમાં તે મંજુર દર્શાવવામાં આવી છે.રેલવેનાં 41 કરોડના ટેન્ડરમાં રેલલાઈનની બન્ને બાજુ ફેન્સીંગની કોઈ વાત નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here