રાજ્યમાં રખડતા ઢોરનો વધતો ત્રાસ:જેતપુરમાં ઢોરની અડફેટે આવેલા બાળકનું મોત 

રાજ્યમાં રખડતા ઢોરનો વધતો ત્રાસ:જેતપુરમાં ઢોરની અડફેટે આવેલા બાળકનું મોત
રાજ્યમાં રખડતા ઢોરનો વધતો ત્રાસ:જેતપુરમાં ઢોરની અડફેટે આવેલા બાળકનું મોત
ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે હજુ પણ રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે  વધુ એવી જ વધુ ઘટના સામે આવી છે. જેતપુરમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. જેતપુરમાં 6 દિવસ અગાઉ ઢોરની અડફેટે આવેલા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. સમીર વાળોદરિયા નામના 9 વર્ષીય બાળકે રાજકોટ સિવિલમાં અંતિમશ્વાસ લીધા છે. ઘર પાસે રમતા બાળકને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. બાળકના મોતથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

Read National News : Click Here

રખડતા ઢોરના ત્રાસથી લોકો તોબા પોકારી ઊઠ્યા 

અમદાવાદમાં રખડતાં ઢોરની રંજાડની સમસ્યા સતત વકરતી જાય છે. આમ તો તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડી ઢોરવાડાના હવાલે કરવાની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલતી હોય છે. ખાસ તો નિકોલ, ઓઢવ, કાગડાપીઠ, બોપલ, વાડજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રખડતાં ઢોરના ત્રાસથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here