રાજ્યમાં મેઘરાજાની સટાસટી: સૂત્રાપાડા, માણાવદરમાં આભ ફાટ્યું…..

રાજ્યમાં મેઘરાજાની સટાસટી: સૂત્રાપાડા, માણાવદરમાં આભ ફાટ્યું.....
રાજ્યમાં મેઘરાજાની સટાસટી: સૂત્રાપાડા, માણાવદરમાં આભ ફાટ્યું.....

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘમહેર નોંધાઈ છે. રાજ્યમાં ગીર-સોમનાથ જિલ્‍લાના છએય તાલુકાઓમાં આજે સવારથી જ મેઘરાજા મુકામ કરી ધીમી ધારે હેત વરસાવી રહ્યો હતો. દરમિયાન સમી સાંજે મેઘરાજાએ વીજળીના કડાકાભડાકા અને ગાજવીજ સાથે અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યું હતું, જેમાં સાંજે 4થી 8 (ચાર કલાક) સુધીમાં જ જિલ્‍લાના સુત્રાપાડામાં 9 ઇંચ, જ્યારે વેરાવળમાં 6 ઇંચ વરસાદ વરસી જતાં બજારો-શેરીઓ માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં, જયારે તાલાલા અને કોડીનારમાં 3.5 ઇંચ, ગીર-ગઢડામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસાવી દીઘો હતો. આજે સવારથી પડી રહેલા મેઘરાજાના પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ હતી. સમી સાંજે પડેલા અનરાઘાર વરસાદને પગલે જિલ્‍લામથક વેરાવળ-સોમનાથની બજારોમાં જળબંબાકાર જેવી સ્‍થ‍િતિ સર્જાતાં લોકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

તો રાજ્યમાં મેઘરાજાની કૃપાથી અનેક ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક થતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.  ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે પાલિતાણાના ખારા ડેમમાં ડેમમાં 3024 ક્યૂસેક પાણીની આવક થતાં 10 દરવાજા ખોલવામાં આવ્યાં છે. છ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા અને ચાર દરવાજા એક ફૂટ ખોલાયા છે, જેથી તાલુકાના મોટી પાણિયાળી લાખાવાડ પીપળી સહિતનાં 17 ગામડાંને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. સમઢિયાળા કાળુભાર નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. 


જૂનાગઢ જિલ્‍લાના નવેય તાલુકામાં વહેલી સવારથી જ ધીમી પણ ધીંગી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્‍લાના નવેય તાલુકામાં સવારથી લઇ સાંજ સુધીમાં સરેરાશ 1 ઇંચથી લઇને 4 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ છે. આજે જિલ્‍લામાં સૌથી વધુ માણાવદર અને વિસાવદરમાં 4 ઇંચ અને સૌથી ઓછો જૂનાગઢ શહેરમાં 1 ઇંચ વરસાદ વરસ્‍યો છે. ઘણા દિવસો બાદ જિલ્‍લામાં ફરી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવતાં મૂરઝાતા પાકોને નવજીવન મળ્યા સમાન હોવાથી જિલ્‍લાના ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

જૂનાગઢ જિલ્‍લાના નવેય તાલુકાઓમાં આજે સવારે 6થી સાંજે 6 વાગ્‍યા સુધીમાં મેઘ મહેર થય હતી. વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો માણાવદરમાં 109 મિમી (4.5 ઇંચ), વિસાવદરમાં 100 મિમી (4 ઇંચ), માળિયાહાટીનામાં 65 મિમી (2.5 ઇંચ), ભેંસાણમાં 65 મિમી (2.5 ઇંચ), વંથલીમાં 49 મિમી (2 ઇંચ), માંગરોળમાં 49 મિમી (2 ઇંચ),મેંદરડામાં 44 મિમી (પોણાબે ઇંચ), કેશોદમાં 40 મિમી (1.5 ઇંચ) અને જૂનાગઢમાં 30 મિમી (સવા ઇંચ) જેટલો વરસાદ વરસ્‍યો છે. જિલ્‍લામાં માણાવદર અને વિસાવદર શહેર-પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક ગામો-શેરીઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં ગયાં હતાં. જયારે રસ્‍તાઓ પર વરસાદી પાણીની નદી વહેતી જોવા મળતી હતી. જ્યારે બાંટવાના ખારા ડેમમાં નવા પાણીની ભારે આવક થતાં ડેમના 16 પૈકી 2 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્‍યા હતા. ડેમ હેઠળના કોડવાવ, ભલગામ, સમેગા, અકલેરા સહિતનાં ગામોને તંત્ર દ્રારા એલર્ટ કરવામાં આવ્‍યાં હતાં, જયારે માણાવદર પંથકના રોણકી, ભાલચેડા સહિતનાં ગામોમાં પાણી ભરાયાંનાં દૃશ્યો સામે આવ્‍યાં હતાં.

અમરેલી જિલ્લામાં આજે બુધવારે વહેલી સવારથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં હવામાન વિભાગની 2 દિવસની વરસાદની આગાહીને પગલે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. તમામ નાયબ મામલતદારને હેડક્વાર્ટર નહિ છોડવા માટે 2 દિવસ માટે સૂચના જિલ્લા કલેકટર દ્વારા આપી દેવાઇ છે. બાબરામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો ખાંભામાં 101 મિમી, ધારીમાં 77 મિમી, લાઠીમાં 56 મિમી વરસાદ વરસ્યો છે. લાઠીના શેખપીપરિયામાં 4 ઈંચ વરસાદથી ગાગડિયા નદીમાં પૂર આવ્યું હતું તેમજ આદસંગ ગામમાં મુશળધાર વરસાદથી પાણી ભરાયાં હતાં.
રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં તંત્રને6 દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના કારણે નદી કાંઠે આવતાં 10 ગામડાંને એલર્ટ કરી દેવાયાં છે. જિલ્લામાં અતિભારે વરસાદને કારણે તંત્ર દ્વારા NDRF ટીમ તહેનાત કરવામાં આવી છે, જ્યાં જરૂર પડશે ત્યાં આ ટીમ જશે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here